ETV Bharat / city

Khodaldham Trust Meeting: નરેશ પટેલ સમાજના નિર્ણયને સ્વીકારશે કે પછી રાજકારણમાં આવીને જ ઝંપશે, જાણો - ખોડલધામના પ્રોજેક્ટ્સની સમીક્ષા

રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીઓની એક બેઠક (Khodaldham Trust Meeting) યોજાવાની હતી. પરંતુ તે રદ થઈ હતી. જોકે, પાટીદાર અગ્રણીએ નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કંઈક અલગ જ નિવેદન આપતા મામલો (Patidars survey on Naresh Patel) ફરી ગરમાયો છે.

Khodaldham Trust Meeting: નરેશ પટેલ સમાજના નિર્ણયને સ્વીકારશે કે પછી રાજકારણમાં આવીને જ ઝંપશે, જાણો

author img

By

Published : Apr 26, 2022, 8:16 AM IST

રાજકોટઃ સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની એક મહત્વની બેઠક (Khodaldham Trust Meeting) યોજાવાની હતી. આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ (Naresh Patel Political Entry) અંગેની ચર્ચા થવાની સંભાવના હતી. જોકે, આ બેઠકમાં નરેશ પટેલની સાથે આજે ટ્રસ્ટીઓમાં રમેશ ટિલાળા, હર્ષદ માલાણી, જિતુ વસોયા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ કારોબારીમાં જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગરના સભ્યો ઉપસ્થિત ન રહેતા આ બેઠક રદ કરવામાં આવી હતી.

નરેશ પટેલ સમાજના નિર્ણયને સ્વીકારશે કે નહીં તેના પર સૌની નજર

નરેશ પટેલ સમાજના નિર્ણયને સ્વીકારશે કે નહીં તેના પર સૌની નજર - ગુજરાતના રાજકારણમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પૂર્વે અનેક ફેરફારોના સંકેત છે. તેમાં એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાઈ (Naresh Patel Political Entry) શકે છે.

પાટીદારોના સરવે મુજબ, નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઈએ

આ પણ વાંચોઃ Meeting in Khodaldham: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ફરી આવ્યા ચર્ચામાં, હવે કોની સાથે બેઠક કરી, જાણો

નરેશ પટેલે રાજકારણમાં ન આવવું જોઈએઃ પાટીદાર અગ્રણી- જ્યારે નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટિલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું ન જોઈએ તેવું સરવેમાં (Patidars survey on Naresh Patel) સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને સ્વીકારે છે કે નહી.

આ પણ વાંચો- ganthila umadham Patotsav 2022:ઉમાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન, સર્વ સમાજના લોકો સાથે કરાશે બેઠક

ખોડલધામ ટ્રસ્ટની બેઠક રદ થઈ- આ સમગ્ર બાબતે રમેશ ટિલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે અમે ખોડલધામ અલગ અલગ પ્રોજેક્ટની સમીક્ષા (Review of Khodaldham projects) માટે બેઠકમાં ચર્ચા કરવાના હતા, પરંતુ જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરી છે. હવે 27 એપ્રિલે અમારી બેઠક (Khodaldham Trust Meeting) યોજાશે. જ્યારે કોરાનાના કારણે મોકૂફ કરેલી મહાસભા ટૂંક સમયમાં મળશે. તેમાં પાટીદાર સમાજના લાખો લોકો ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.