ETV Bharat / city

Rajkot Stone Killer Case: રાજકોટનો ચકચારી સ્ટોન કિલર કેસ, પુરાવાના અભાવે બે કેસમાં નિર્દોષ જાહેર - સ્ટોન કિલર કેસ

રંગીલા રાજકોટમાં વર્ષ 2016માં ત્રણ- ત્રણ હત્યા કરનાર આરોપી એવા સ્ટોન કિલર (Rajkot Stone Killer Case) ઉર્ફ હિતેશ રામાવતને કોર્ટે બે કેસમાં પુરાવાના અભાવ સહિતની બાબતોમાં નિર્દોષ જાહેર કર્યો છે. હાલ તે જેલમાં હોવાથી તેના પર અલગ- અલગ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી હતી. જેમાંથી બે કેસમાં હિતેશ રામાવતને (hitesh ramavat) કોર્ટ દ્વારા પુરાવાના અભાવને કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે બે કેસમાં હજુ પણ કાર્યવાહી બાકી છે.

Rajkot Stone Killer Case
Rajkot Stone Killer Case
author img

By

Published : Dec 20, 2021, 11:13 AM IST

રાજકોટઃ વર્ષ 2016માં રાજકોટના અલગ- અલગ ત્રણ વિસ્તારમાં પથ્થરો વડે લોકોની હત્યા (Rajkot Stone Killer Case) કરાયેલા મૃતદેહ મળી આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી હતી અને હિતેશ રામાવત (hitesh ramavat) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હિતેશની મોડેસ ઓપરેન્ડી લોકોને વાતોમાં ફોસલાવીને ત્યારબાદ તેમને પથ્થરો વડે હત્યા કરી નાંખવાની હતી. આમ તેણે એક બાદ એક ત્રણ જેટલી હત્યા કરી હતી અને એકમાં હત્યાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં ત્રણ- ત્રણ હત્યા પથ્થરો વડે કરવાની ઘટના સામે આવતાં રાજ્યભરમાં આ મામલાએ હાહાકાર મચાવ્યો હતો.

Rajkot Stone Killer Case: રાજકોટનો ચકચારી સ્ટોન કિલર કેસ, પુરાવાના અભાવે બે કેસમાં નિર્દોષ જાહેર

પથ્થર વડે કરતો હતો જેથી સ્ટોન કિલર નામ પડ્યું

20 એપ્રિલ 2016ના રોજ સાગર મેવાડાની હત્યા કરી હતી. જે રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટ (Bhaktinagar station plot) વિસ્તારનો બનાવ છે. 23 મે 2016 રોજ રિક્ષાચાલક પ્રવિણભાઇની મુંજકા નજીક પથ્થરના ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ 26 મે 2016ના કાલાવડ રોડ પર સ્ટોન કિલર દ્રારા હત્યાની કોશિશ અને 2 જૂન 2016 પાળ ગામની સીમમાં વલ્લભભાઇ નામના પ્રૌઢની પથ્થરના ધા ઝીંકીને હત્યા કરી હતી. શહેરમાં ત્રણ ત્રણ હત્યા અને તે પણ પથ્થર વડે કરવામાં આવી હતી. હત્યા બાદ હિતેશ મૃતકોના મોબાઈલ અને પૈસા સહિતની કિંમતી વસ્તુઓ લઈ લેતો હતો.

બે હત્યાના કેસમાં શંકાનો લાભ: વકીલ

સ્ટોન કિલર કેસ મામલે સરકારી વકીલ સંજય વોરાએ જણાવ્યું હતું કે, હિતેશ રામાવત પર કુલ ચાર કેસ હતા. જેમાં ત્રણ હત્યાના અને એક હત્યાનો પ્રયાસ હતો. આ ચાર કેસમાંથી બે હત્યાના કેસમાં પુરાવાના અભાવ સહિતની બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા શંકાનો લાભ આપવામાં આવ્યો છે. એટલે કે નિર્દોષ જાહેર કર્યો (The court acquitted Hitesh Ramawat) છે. જ્યારે હજુ પણ તેની સામેના બે કેસમાં કાર્યવાહી બાકી છે. જ્યારે જે કેસમાં શંકાનો લાભ આપવામાં આવ્યો છે તે કેસમાં અમે હાઇકોર્ટમાં પણ અપીલ માટે મુકીશું. જ્યારે સ્ટોન કિલરના કેસને લઈને જે ચુકાદો આવ્યો છે તેના કારણે વકીલ આલમમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો: Kutch Murder in Panchayat Election: ક્ચ્છ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ વચ્ચે 16 વર્ષીય કિશોરની હત્યા

આ પણ વાંચો: Murder In Morbi: મોરબીમાં વૃદ્ધના ઘરે ઘુસી ચોરીનો પ્રયાસ, હત્યાને અપાયો અંજામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.