ETV Bharat / city

રાજ્યની પ્રથમ એવી એઈમ્સમાં 19 ફેકલ્ટી માટે 69 પ્રાધ્યાપકોની ભરતીની પ્રક્રિયા શરૂ

રાજકોટમાં એઈમ્સનુ કામકાજ ઝડપથી ચાલી રહ્યું છે. ડિસેમ્બર- 2021 સુધી OPD પણ શરૂ કરી દેવામાં આવશે. એઈમ્સ (AIMS)માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે.

xx
રાજ્યની પ્રથમ એવી એઈમ્સમાં 19 ફેકલ્ટી માટે 69 પ્રાધ્યાપકોની ભરતીની પ્રક્રિયા શરૂ
author img

By

Published : Jun 14, 2021, 8:49 PM IST

  • રાજકોટ એઈમ્સનુ કામ વહેલી તકે પૂર્ણ થશે
  • 19 ફેકલ્ટી માટે 69 પ્રોફેસરોની ભરતી
  • સમગ્ર દેશ અને દુનિયામાંથી અરજીઓ મંગાવામાં આવી

રાજકોટ: શહેરમાં તૈયાર થઈ રહેલી એઈમ્સ (AIMS)માં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જેને લઈને હવે પ્રાધ્યાપક ડોક્ટર્સની ટીમની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એઈમ્સ દ્વારા અગાઉ 3 ડિપાર્ટમેન્ટ માટે 15 પ્રોફેસરની ભરતી થઈ ચુકી છે. જયારે અન્ય 19 ફેકલ્ટી માટે 5 પ્રોફેસર, 19 સહયોગી પ્રોફેસર અને 45 સહાયક પ્રોફેસર સહીત કુલ 69 પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે અરજી મંગાવવામાં આવી છે.

ડિસેમ્બર - 2021 થી ઓ.પી.ડી. કાર્યરત

રાજકોટ એઈમ્સ ખાતે ડિસેમ્બર -2021થી ઓ.પી.ડી. કાર્યરત થઈ જશે. જેના અનુસંધાને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એઈમ્સ સુધી પહોંચવા માટેના રોડનું કામકાજ વહેલી તકે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રૂડાના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એઈમ્સની ટીમ સાથે સતત સંપર્કમાં છે. લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે. તેમજ એઈમ્સનો પ્રોજેકટ વહેલાસર પૂર્ણ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : દિલ્હી એઇમ્સ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ સીએમ રૂપાણી સાથે યોજી બેઠક

19 જેટલી ફેકલ્ટીમાં પ્રોફેસર્સની ભરતી

એઈમ્સ ખાતે એનેટોમી, એનેસ્થેસ્યોલોજી, કમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ડર્મેટોલોજી, એ.એન.ટી., ફોરેન્સિક મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, માઈક્રોબાયોલોજી, ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિકસ, પિડીયાટ્રીક્સ, પેથોલોજી, લેબ મેડિસિન, ફાર્માકોલોજી, રેડિયોલોજી, પલ્મોનરી મેડિસિન સહીત 19 જેટલી ફેકલ્ટીમાં પ્રોફેસર્સની ભરતી માટે ભારત તેમજ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે જનરલ તેમજ અન્ય કેટેગરીમાં અરજી મંગાવાઈ છે. ભરતી સંબંધી વધુ માહિતી રાજકોટ એઈમ્સની વેબસાઈટ www.aiimsrajkot.edu.in પરથી મળી રહેશે.

આ પણ વાંચો : રાજકોટમાં 2020માં AIIMSનું બાંધકામ શરૂ કરવા અંગે બેઠક યોજાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.