રાજકોટ: ભારતીય રેલવે (Indian Railways scheme) દ્વારા નોન-ફેર રેવન્યુ (NFR) યોજના હેઠળ રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગની (CoBranding Scheme of Railway Stations )નવી કલ્પના શરૂ કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ/જાહેર ઉપક્રમો અને બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિતની પ્રતિષ્ઠિત વ્યવસાયિક સંસ્થાઓ માટે ખુલ્લી છે.
રેલવે સ્ટેશનના નામની સાથે બ્રાન્ડ નામ અથવા લોગો લગાડી શકશે
રેલવેની સંભવિતતાનો ઉપયોગ કરવા અને નોન-ફેર રેવન્યુ (NFR) ની આવકમાં વધારો કરવા માટે રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત 'કો-બ્રાન્ડિંગ ઓફ રેલવે સ્ટેશન'નો (CoBranding Scheme of Railway Stations ) ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ નીતિ હેઠળ, સંબંધિત લાઇસન્સ ધારક (બ્રાન્ડ માલિક) ને ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળના ભાગમાં તેનું બ્રાન્ડ નામ અથવા લોગો ઉમેરવાનો જાહેરાત અધિકાર સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ યોજના કેવળ જાહેરાતનું સ્વરૂપ છે અને તેનો અર્થ રેલવે સ્ટેશનના નામમાં (Indian Railways scheme) ફેરફાર થતો નથી.
આ પણ વાંચોઃ Holi Special Superfast Trains: હોળીના તહેવારને અનુલક્ષીને પશ્ચિમ રેલવે ઉત્તર ભારત તરફ વિશેષ ટ્રેન ચલાવશે
કો-બ્રાન્ડિંગ નીતિ અંતર્ગત લોગો અથવા નામ લખવામાં આવશે
રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યા અનુસાર રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ (CoBranding Scheme of Railway Stations )નીતિનો (Indian Railways scheme) ઉદ્દેશ્ય ભાડા સિવાયની આવક (Scheme for additional revenue of the Ministry of Railways )પેદા કરવાનો છે. આ હેઠળ, લાયસન્સધારક (બ્રાન્ડ માલિક)ને તેનું બ્રાન્ડ નામ અથવા લોગો ફક્ત રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ ઉમેરવાની પરવાનગી આપવામાં આવશે અને આવા બ્રાન્ડનું નામ બે શબ્દોથી વધુ ન હોવું જોઈએ. જો કે, રેલવે ટિકિટો, પબ્લિક રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ), વેબસાઇટ્સ, રૂટ મેપ, જાહેર જાહેરાત સિસ્ટમ, રેલ ડિસ્પ્લે નેટવર્ક વગેરે પર કો-બ્રાંડિંગની પરવાનગી આપવામાં આવશે નહીં, જ્યાં રેલવે સ્ટેશનનું નામ તેના મૂળ નામ પ્રમાણે જ હશે. ઉપરોક્ત વિષય પર વિગતવાર નીતિ વાણિજ્યિક પરિપત્ર નં. 07 ના 2022 વેબસાઇટ www.indianrailways.gov.in હેઠળ ઉપલબ્ધ છે.
રેલવે સ્ટેશનોની કો-બ્રાન્ડિંગ નીતિના (Scheme for additional revenue of the Ministry of Railways) મુખ્ય લક્ષણો નીચે મુજબ છે
1. રેલવે સ્ટેશનના નામની આગળ કે પાછળ બ્રાન્ડ નામ અથવા લોગો ( 02 શબ્દોથી વધુ નહીં) લગાડવામાં આવશે.
2. સ્ટેશન બિલ્ડીંગ વિસ્તારની તમામ જગ્યાઓ જ્યાં રેલવે સ્ટેશનનું નામ પ્રદર્શિત અને ફરતું હોય છે તે વિસ્તાર માં કો-બ્રાન્ડિંગને મંજૂરી આપવામાં આવશે.
3. આ યોજના જાહેરાત એજન્સીઓ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે લાગુ પડે છે. બેંકો/નાણાકીય સંસ્થાઓ સહિત નામાંકિત ખાનગી કંપનીઓ માટે પણ ખુલી છે.
4. ઓપન ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા (www.ireps.gov.in) દ્વારા સ્ટેશનોના કો-બ્રાન્ડિંગ માટેનો કરાર 01 થી 03 વર્ષના સમયગાળા માટે આપવામાં આવશે.
5. જગ્યા પૂરી પાડવી એ કેવળ લાયસન્સના આધારે છે.
આ પણ વાંચોઃ ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું પરિક્ષણ, રેલવે પ્રધાને આપ્યું મોટું નિવેદન