ETV Bharat / city

ભારતીય ક્રિકેટર રવિન્દ્રએ પત્ની સાથે રાજકોટમાં લીધી કોરોના વેક્સિન

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમજ લોકોને પણ આ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી.

ભારતીય ક્રિકેટર રવિન્દ્રએ પત્ની સાથે રાજકોટમાં લીધી કોરોના વેક્સિન
ભારતીય ક્રિકેટર રવિન્દ્રએ પત્ની સાથે રાજકોટમાં લીધી કોરોના વેક્સિન
author img

By

Published : May 14, 2021, 1:24 PM IST

  • કોરોના સામે બચવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સિનેશન
  • રવીન્દ્ર જાડેજાએ લોકોને પણ આ વેક્સિન લેવા માટે અપીલ કરી
  • રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ પણ આ રસી મુકાવી

રાજકોટઃ દેશમાં કોરોના મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે કોરોના સામે બચવા માટે એકમાત્ર હથિયાર કોરોના વેક્સિનેશન જ છે. જેને લઈને મોટાભાગના લોકો હાલ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે કોરોનાની વેક્સિન લીધી હતી. તેમજ લોકોને પણ આ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં હાલ મોટા પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રિવાબાએ પણ આ રસી મુકાવી હતી.

આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

મનપાની વેસ્ટઝોન કચેરીએ મુકાવી કોરોના વેક્સિન

IPL મેચ રદ્દ થયા બાદ ક્રિકેટરો પોતાના વતનમાં ફર્યા હતા. ત્યારે રવિન્દ્ર જાડેજા પણ હાલ જામનગર ખાતે પોતાના વતનમાં આવ્યા હતા. રાજ્યમાં હાલ મોટાપ્રમાણમાં કોરોના વેક્સિનનું રસીકરણ કરવામાં આવી રહ્યું હોય ત્યારે 18 થી 45 વર્ષની વયના લોકોને પણ હવે કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. જેને લઇને ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાએ પોતાની પત્ની સાથે કોરોના વેક્સિન લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન ખાતે આવેલી કચેરીમાં આ કોરોના વેક્સિન રવિન્દ્રએ લીધી હતી.

આ પણ વાંચો: મહીસાગરમાં 3,15,831 લોકોએ લીધી કોરોનાની રસી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.