ETV Bharat / city

રાજકોટમાં વધુ એક કોવિડ હૉસ્પિટલનો સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ - રાજકોટ કોવિડ હોસ્પિટલ

રાજકોટમાં 200 બેડની અદ્યતન સુવિધા ધરાવતી વધુ એક કોવિડ હોસ્પિટલ, સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખાતે અદ્યતન રેડિયોથેરાપીની સારવારનો સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાયો છે.

રુપાણી
jુપાણી
author img

By

Published : Sep 9, 2020, 7:25 PM IST

  • રાજકોટના કોવિડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ
  • વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પીટલનું ઓનલાઈન લોકાર્પણ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના હસ્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હૉસ્પિટલનું લોકાર્પણ

રાજકોટ: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ આજે બુધવારે રાજકોટના કોવિડ અને કેન્સરના દર્દીઓના લાભાર્થે આરોગ્ય સેવા લક્ષી ચાર પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતના નાગરિકોને મેડિકલ ક્ષેત્રે નવા આવિષ્કારો અને સંશોધન થકી અદ્યતન સારવાર આપવાની નેમ વ્યક્ત કરી હતી.

રાજકોટમાં વધુ એક કોવિડ હોસ્પિટલનો સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ

મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટની કેન્સર કેર એન્ડ રિચર્સ હોસ્પિટલનું ઓનલાઈન લોકાર્પણ કરાયું હતું.

આ કાર્યક્રમ સાથે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક સાધન સુવિધાઓથી સજ્જ 200 પથારીની કોવિડ હોસ્પિટલ, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે કોવિડ ઓટોપ્સી સેન્ટર, રાજ્યની ફિઝીયોથેરાપી કોલેજોમાં પોસ્ટ કોવિડ કાર્ડિયેક અને પલ્મોનરી રીહેબીલીટેશન તાલીમ કાર્યક્રમ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આધુનિક લિનિયર એક્સીલિરેટર તથા સિટી સિમ્યૂલેટર મશીનોનુ ડીજીટલ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

રાજકોટમાં 200 બેડની અદ્યતન સુવિધા ધરાવતી કોવિડ હોસ્પિટલ

વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યું હતું કે, વૈશ્વિક મહામારીમાં કોરોના સામેની લડાઈમાં ગુજરાત તબિબો અને લોકોના સહકારથી સંક્રમણને ખાળવામાં મહદઅંશે સફળ રહ્યું છે. કોરોનાની અદ્યતન સારવાર અને નિદાનની વ્યાપક કામગીરીને લીધે ગુજરાત રાષ્ટ્રીય સ્તરે રોલમોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ગુજરાત સરકારની કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા લેવાયેલા પગલાની જાણકારી આપી સીએમએ જણાવ્યું હતું કે, ગુજરાતનો રિકવરી રેટ 82 ટકા થયો છે. મૃત્યુ દર પહેલા 7 ટકા હતો તે ઘટીને 2.9 ટકા થયો છે જ્યારે પોઝિટિવીટી રેટ 10 ટકામાંથી ઘટીને 3.5 ટકા થયો છે.

તેમજ રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર માટે એક જ અઠવાડિયામાં ઉભી કરાયેલી 200 બેડની અદ્યતન હોસ્પિટલને લીધે હવે કોરોનાના એકપણ દર્દીને સારવારમાં મુશ્કેલી નહી પડે તેમ જણાવ્યું હતું.

રાજકોટમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલની પણ સગવડતા છે અને 2022 પહેલા એઈમ્સ હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. એટલે આવનારા દિવસોમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ ઘર આંગણે મળતી થશે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના સંક્રમણને કાબુમાં રાખવા રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રના સંકલન હેઠળ અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગર્શનમાં અસરકારક કામગીરી થઈ રહી છે. ગુજરાત મેડીકલ ક્ષેત્રે સંશોધનમાં અગ્રેસર છે તેમ જણાવીને વધુમાં કહ્યુ કે, રાજકોટમાં શરૂ થયેલા ભારતના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટર થકી કોરોના સંક્રમિત મૃતદેહના અંગો પર થતી અસરને જાણવા તેના પ્રુથ્થકરણ અભ્યાસો થકી નવો માઈલસ્ટોન સાબિત થશે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના લોકો અહીં સારવાર માટે આવતા હોય છે. ત્યારે તેમને કેન્સર જેવા જટિલ રોગની સારવાર સરળતા એ મળી રહે તેવા ધ્યેય સાથે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલમાં અદ્યતન સારવાર સુવિધાના મશીન આપવામાં આવ્યા છે.

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે સતત ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આધુનિક સુવિધાથી સજ્જ 200 પથારીની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતાને ઉત્તમ સારવાર મળી રહેશે, તેમજ કેન્સર જેવા ગંભીર રોગોની સારવાર નિદાન માટે લોકોને અમદાવાદ ખાતે જવું પડતું હતું. જે હવે રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે લિનિયર એક્સીલિરેટર અને સિટી સિમ્યુલેટર મશીન ઉપલબ્ધ થતા આ આધુનિક મશીનનો લાભ આ પ્રદેશ સૌરાષ્ટ્રના લોકોને આસાનીથી ઘરઆંગણે મળશે. કોવિડ ઓટોપ્સી તબીબી સંશોધન માટે ઘણી ઉપયોગી બનશે. આ સંશોધનના આધારે અન્યોને નવજીવન બક્ષવામાં મદદ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.