ETV Bharat / city

રાજકોટમાં ફૂડ શાખાએ 12 વેપારીઓને 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો - ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓના લીધા હતા નમૂના

રાજકોટમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ અનેક દુકાનોમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લીધા હતા. જોકે, આ તમામ નમૂના નાપાસ થતા 12 વેપારીઓને 4,50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજકોટમાં ફૂડ શાખાએ 12 વેપારીઓને 4.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

author img

By

Published : Jun 4, 2021, 12:36 PM IST

  • ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓના લીધા હતા નમૂના
  • તમામ નમૂના નાપાસ થતા 12 વેપારીઓને ફટકાર્યો દંડ
  • ફૂડ શાખાએ 12 વેપારીને ફટકાર્યો 4.50 લાખનો દંડ

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ વિવિધ દુકાનોમાંથી ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લીધા હતા. જોકે, આ તમામ ચીજવસ્તુના નમૂના નાપાસ થતા પૂડ શાખાએ 12 વેપારીઓને 4,50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવાયેલા ખાદ્યચીજના નમૂના સબસ્ટાન્ડર્ડ મિસબ્રાન્ડેડ જાહેર થતા જવાબદારો પર એજ્યુડિકેશન કાર્યવાહી કરતા એજ્યુડિકેટિંગ ઓફિસર અને રેસિડન્ટ એડિશનલ કલેક્ટર દ્વારા પેનલ્ટી કરવામાં આવી છે.

તમામ નમૂના નાપાસ થતા 12 વેપારીઓને ફટકાર્યો દંડ

આ પણ વાંચો- ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો રોકડા પૈસા નથી તેવું બહાનું નહી ચાલે, પોલીસ ડિઝિટલ પેમેન્ટથી વસૂલશે

રામનાથ પરા રોડની રાધેશ્યામ ડેરીને 50,000 રૂપિયાનો દંડ

રામનાથપરા રોડ પાસે આવેલી શ્રી રાધેશ્યામ ડેરી ફાર્મના વિનોદભાઇ રામભાઈ મુંધવાની દુકાનમાંથી 29 જૂન 2020ના રોજ મિક્સ દૂધ (લૂઝ)નો નમૂનો લઈ વિશ્લેષણ કરતા ફુડ સેમ્પલમાં SNF ઓછા અને ફોરેન ફેટ વેજિટેબલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જેના અનુસંધાને એજ્યુડિકેશન કાર્યવાહી દરમિયાન એજ્યુડિકેટિંગ ઓફિસર અને RAC ADMએ દુકાનના માલિકના 50,000 રૂપિયાની પેનલ્ટીનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચો- કોરોના ઇફેક્ટ: ટ્રાફિક નિયમભંગ માટે સુરત ટ્રાફિક પોલીસે શરુ કરી આધુનિક ઢબથી વસૂલી

મુલચંદભાઈ ઘીવાળાની દુકાનને 20,000 રૂપિયાનોં દંડ

કેવડાવાડી પર મનપસંદ રેડીમેઈડ સ્ટોરની આગળ આવેલી મુલચંદભાઈ ઘીવાળાની દુકાનના માલિક સંજય મુલચંદ આઈલાણી પાસેથી 7 ફેબ્રુઆરી 2020એ દિવેલના ઘી (લુઝ)નો નમૂનો લઈ વિશ્લેષણ કરાતા તેમાં ફોરેન ફેટની હાજરી, તલના તેલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, જેના અનુસંધાને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓના લીધા હતા નમૂના

રાધી ઘી સેન્ટરના 20,000 રૂપિયાનો દંડ

ત્રાસિયો રોડ પર ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ પર આવેલા રાધે ઘી સેન્ટરના રમેશ કેશવભાઈ વેકરિયાની દુકાનમાંથી ભેંસના ઘીના નમૂના લેતા તે નાપાસ થયા હતા, જેના કારણે તેમને 20,000 રૂપિયાનોં દંડ ફટકારવામાં આવ્યો હતો.

150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રીનાથજી ડેરી ફાર્મને 50,000 રૂપિયાનો દંડ

150 ફૂટ રિંગ રોડ પર આવેલી શ્રીનાથજી ડેરી ફાર્મના પ્રતિકકુમાર પ્રવિણભાઇ ગજેરાની દુકાનમાંથી ઘીના નમૂના લેવાયા હતા, જેના આધારે આ દુકાનને 50,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.

ગીતા મંદિર રોડ પર આવેલી વર્ધમાન પ્રોવિઝન સ્ટોરને 30,000 રૂપિયાનો દંડ

ગીતા મંદિર રોડ પર વર્ધમાન પ્રોવિઝન સ્ટોર્સના સુનીલ રમણિકલાલ માટલિયાની દુકાનમાંથઈ ઘીના નમૂના લેવાયા હતા, જે અંતર્ગત તેમને 30,000 રૂપિયાનો દંડ ફટકારાયો હતો.

વેપારીઓને 25,000થી 75,000 સુધીનો દંડ

ઢેબર રોડ પર રાકેશકુમાર હિતેશકુમાર કાનાબારની દુકાનને 25,000 તો દેવપુર શોપિંગ સેનટ્ર પાસે ભારત ભીખાભાઈ અજુડિયા અને જિગ્નેશ નરસીભાઈ ખૂંટને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત એમ. જી. રોડ પર વિકી શંકરભાઈ અડવાણીને 50,000 તો ગુંદાવાડી મેઈન રોડ પર અશોકકુમાર જાદવભાઈ જીવાણીને 25,000 અને પ્રકાશ મનસુખભાઈ ડેડાણિયાને 75,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાના મૌવા રોડ પર સુરેશ ખીમા સીરોડિયાની દુકાનને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તો કોઠારિયા રિંગ રોડ પર વિમલ પરસોત્તમભાઈ ગજેરાની દુકાનને 25,0000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અમીન માર્ગ પર મહેન્દ્ર નાથાલાલ સોજિત્રાની દુકાનને 10,000 તો કાલાવડ રોડ પર 20,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.