- રાજકોટમાં પતિ-પત્નીના સંબધોમાં ભંગાણ
- બાળકો માતા-પિતાને કરી રહ્યા છે નફરત
- દંપતીએ લીધો કાઉન્સીલીંગનો આસરો
રાજકોટ : દરેક સંબધનું જો લાગણી અને હુંફથી સિંચન થાય તો સંબધ લાંબો સમય ટકે છે અને જ્યારે સંબધમાં વિશ્વાસ ભળે છે ત્યારે સંબધ જીવનભર ટકે છે. દરેક સંબધનો મૂળ પાયો વિશ્વાસ છે અને જો એ પાયો હલી જાય તો સંબધને તૂટતા વાર નથી લાગતી. ભારતીય સમાજમાં લગ્નનો સંબધ પવિત્ર માનવામાં આવ્યો છે, આ લગ્નનો સંબધ પતિ-પત્નિની એકમેકને હૂંફ, લાગણીથી ચાલતો હોય છે. આજના જમાનામાં પતિ હોય કે પત્ની પોતાના પરિવારની જરૂરીયતો પૂરી કરવા માટે તનતોડ મહેનત કરે છે અને એવામાં ક્યાકને ક્યાક તેઓ એક બીજાને સમય આપી શક્તા નથી અને ગેરમાર્ગ તરફ વળે છે. રાજકોટમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જ્યા પત્નિ પતિને સમય ન આપી શકતી હોવાના કારણે પતિ પોતાની સાળી સાથે સંબધ વિકસાવે છે અને પોતાનું ઘર ભાંગે છે તો બીજી તરફ પત્ની પણ પતિ પાસેથી બદલો લેવા માટે પરપુરુષ સાથે સંબધ બનાવે છે. આ સમગ્ર બાબતમાં બાળકો એ હદે પિસાયા છે કે બાળકો આજે તેમના માતા-પિતાને નફરત કરે છે અને તેમની સાથે રહેવા માંગતા નથી.
સુખી-સપન્ન પરીવાર
શોભા બહેન(નામ બદલેલ છે) અને નિખિલ ભાઈ (નામ બદલેલ છે)ના પ્રેમ લગ્ન પરિવારની સંમતિ સાથે સાદગીથી થયા હતા. લગ્નજીવનમાં આગળ જતા તેમને 2 સંતાનોનું સુખ પણ પ્રાપ્ત થયું હતું જેના કારણે પરિવારમાં ખુશી હતી. નિખીલ ભાઈની કરિયાણાની દુકાન છે અને શોભા બહેન બેન્કમાં નોકરી કરીનો પરિવારનું જીવન વ્યાપન કરે છે. થોડા સમય પહેલા શોભા બહેનની મામાની દિકરી દેવ્યાની (નામ બદલેલ છે) નિખિલ ભાઈનાં સંપર્કમાં આવી હતી. બંન્ને કેટલીક બહાર પણ ગયા હતા અને આ અંગે શોભા બહેનને જાણ પણ હતી પણ શોભા બહેનને પોતાના પતિ પર વિશ્વાસ હોવાના કારણે તેઓ નિખિલ ભાઈને કંઈ પૂછતા નહી અને જીજા-સાળીનો મીઠો સંબધ છે એમ કહીને વાતને ધ્યાનમાં લીધી નહોતી.
આ પણ વાંચો : PM Modi ઉદ્દઘાટન કરવાના છે તે હોટેલ પાસે કામ કરી રહેલા મજૂરની 6 મહિનાની બાળકી ટ્રેક્ટરચાલકે કચડી મારી,જાણો વિગત
પરિવારમાં ભંગાણ
પતિ પર વિશ્વાસ હોવાના કારણે શોભા બહેને વાત મનમાંથી કાઢી નાથી હતી પણ એક દિવસ અચાનક જ્યારે શોભા બહેન ઘરે આવી ગયા હતા ત્યારે દેવ્યાની શોભા બહેનના રુમમાંથી બહાર નિકળી ત્યારે તેમના જમીન નીચેથી જાણે જમીન સકરી ગઈ. આ પછી શોભા બહેન અને નિખિલ ભાઈનો ખૂબ મોટો ઝગડો થયો હતો. આ સમયે તેમના બંન્ને સંતાનો ત્યા હાજર હતા અને બંન્ને બાળકોને પોતાના પિતા અને માસીના સંબધ વિશે ખબર હતી.જ્યારે શોભા બહેન ઘરે નહોય ત્યારે પાછળથી દેવ્યાની ઘરે આવતી ત્યારે નિખિલ ભાઈ પોતાના બાળકોને ખૂબ મારતા હતા.
પતિ પાસેથી બદલો
સમગ્ર ઘટના પછી શોભા બહેને પાતોના પતિને પાઠ ભણાવવાનો અને બદલો લેવાનું નક્કી કર્યું. બદલો લેવા માટે પોતાના પિતાની ઉંમરનાં એક બૂટલેગર અશોકભાઈ (નામ બદલેલ છે) સાથે સંબધ વિકસાવ્યા જ્યારે આ વિશે નિખિલભાઈને જાણ થઈ તો તેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે અશોકભાઈ તેમના ઘરે કોઈ બીક વગર આવતા જતા હતા. નિખિલભાઈને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
બાળકો ભયના ઓથારમાં
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટુ નુક્સાન બાળકોનું થયું છે હાલમાં બાળકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. શોભા બહેનની પુત્રી પોતાના પિતા સાથે એક સેકેન્ડ પણ રહેવા તૈયાર નથી અને પુત્ર પોતાની માતાને જોવા પણ નથી માંગતો. શોભા બહેનને પોતાની ભુલ સમજાઈ છે અને તે અશોકભાઈની ચંગુલ માંથી નિકળવા માંગે છે પણ નિકળી શકતા નથી. પતિ પણ સમાજની બીકે કંઈ કરી શકતા નથી અને આ બધામાં બાળકો પિસાઈ રહ્યા છે.
શોભાએ મને સજા આપવી જોઈતી હતી
નિખિલ ભાઈએ જણાવ્યું હતું કે બાળકો પછી શોભા મને સમય નહોતી આપતી જેના કારણે હું દેવ્યાની તરફ આકર્ષિત થયો, હુ માનુ છું કે મારી ભૂલ છે તો શોભાએ મને સજા આપવી જોઈતી હતી પણ આવુ નહોતુ કરવુ, કોઈ ગુંડા પાસેથી મને માર ખવડાવો સતત ભયમાં રાખવો એ કેવો ન્યાય, હુ આજના દિવસે પણ શોભાને ખૂબ જ પ્રેમ કરૂ છું. મારી પત્નીને હું કોઈ બીજા પુરુષ સાથે બંધ બારણે કેવી રીતે જોઈ શકું ?
આ પણ વાંચો : વસ્તી નિયંત્રણ, ત્રિપલ તલાક, લવ જેહાદ અને ધર્મ પરિવર્તન કાયદો ભાજપને ચૂંટણીમાં કેટલો ફાયદો અપાવશે?
પરિવારની આર્થિક સ્થિતીને કારણે નોકરી કરુ છું
પરિવારને આર્થિક રીતે મજબૂત કરવા અને બાળકોને સારી સુવિધાઓ આપવા માટે હું નોકરી કરુ છું મને મારા પતિ પર પુરો વિશ્વાસ હતો પણ તેમણે તે તોડ્યો જેનો બદલો લેવા માટે હું અશોકભાઈ પાસે ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં શોભા બહેન અને નિખિલ ભાઈ બંન્નેનો વાંક છે પણ સમગ્ર બાબતમાં બાળકોનો ભોગ લેવાયો છે.
સંબધ પાછો ઉભો કરવાની આશા
નિખિલ ભાઈ અને શોભા બહેન પોતાના સંબધને એક તક આપવા માગે છે અને તેમના બાળકોને પણ એક સારૂ ભવિષ્ય આપવા માગે છે જેથી તેઓએ મનોવૈજ્ઞાનિકની મદદ લીધી છે અને કાઉન્સીલીંગ કરી રહ્યા છે.