- ખેતરમાં સૂતેલાં બાળક પર ટ્રેકટર ફરી વળ્યું
- પિતા જ ખેતરમાં ટ્રેકટર ચલાવતાં હતાં
- આટકોટ પોલીસે ટ્રેક્ટરચાલક પિતા સામે ગુનો નોંધ્યો
રાજકોટઃ આટકોટના જંગવડ ગામે સુભાષભાઇ નરસીભાઇ રામાણીની વાડીએ (ખેતર) રહેતાં અને ખેતરમાં મજૂરીકામ કરતાં પરેશભાઇ ડામોર વાડી (ખેતર)માં ટ્રેકટર ચલાવતા હતાં. ત્યારે વાડીમાં સૂતેલા તેમના પુત્ર વિશ્વજીત (ઉ.વ.3) ઉપર અકસ્માતે ટ્રેકટર ફરી વળતાં વિશ્વજીતને ગંભીર ઇજા થતાં જસદણ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજયું હતું.
- પરિવારમાં વ્યાપી ગઇ અરેરાટી
આટકોટ પોલીસે ટ્રેક્ટરચાલક પિતા પરેશભાઈ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેક્ટરચાલક પરેશભાઇ ડામોરને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. અકસ્માતમાં પુત્રનું મોત નીપજતાં આદિવાસી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રાજકોટમાં પિતાના હાથે જ કચડાઈ ગયો પુત્ર, જંગવડમાં વાડીમાં સૂતેલાં બાળક ઉપર ટ્રેકટર ફરી વળ્યું - Rajkot Civil Hospital
રાજકોટના આટકોટના જંગવડ ગામે વાડીમાં સૂતેલાં ત્રણ વર્ષના બાળક ઉપર અકસ્માતે ટ્રેક્ટર ફરી વળતાં મોત નિપજ્યું હતું. બનાવની કરૂણતા એ છે કે બાળકના પિતા જ ટ્રેકટર ચલાવતા હતાં.
રાજકોટમાં પિતાના હાથે જ કચડાઈ ગયો બાળક, જંગવડ વાડીમાં સૂતેલાં બાળક ઉપર ટ્રેકટર ફરી વળ્યું