- સમાજમાં "ઉલટી ગંગા" જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો
- પુત્રવધુના ત્રાસથી કંટાળી સાસુ-સસરા પહોંચ્યા પોલીસની શરણે
- રાજકોટની ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની
રાજકોટ: રાજકોટમાં રહેતા વૃદ્ધ દંપતીએ પોતાની પુત્રવધૂના ત્રાસથી કંટાળીને પોલીસના શરણે પહોચ્યા છે. વૃદ્ધ દંપતી દ્વારા પુત્રવધૂના ત્રાસના કારણે શહેરના માલવીયા નગર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. અત્યાર સુધી સમાજમાં સાસુ-સસરાના ત્રાસના કારણે પુત્રવધૂઓ કંટાળી જતી હોવાના દાખલા બન્યા હતા. રાજકોટમાં "ઉલટી ગંગા" જોવા મળી છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.
માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં કરી અરજી
રાજકોટમાં પુત્રવધૂના ત્રાસથી વૃદ્ધ સાસુ-સસરા કંટાળીને પોલીસના શરણે પહોંચ્યા છે. વૃદ્ધ દંપતી દ્વારા પુત્રવધૂના ત્રાસના કારણે માલવીયા નગર પોલીસ મથકમાં અરજી કરાઈ છે. અત્યાર સુધી સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, સમાજમાં સાસુ સસરાના ત્રાસના કારણે પુત્રવધૂઓ કંટાળી જતી હતી. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા જોવા મળી છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વૃદ્ધ દંપતીનો પુત્રવધૂ પર આક્ષેપ
ગોંડલમાં તબીબનાં પત્ની દ્વારા સ્ત્રી તરફી કાયદાનો દુરુપયોગ કર્યાનો વૃદ્ધ દંપતીએ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, પુત્રવધૂના ત્રાસને કારણે તેઓ પોતાના મકાનને બદલે રાજકોટ ભાડાનાં મકાનમાં રહેવાં મજબૂર થયાં છે. એટલું જ નહીં દબંગ પુત્રવધૂ રાજકોટ પહોંચી સાસુ-સસરા અને પતિને ધમકાવી ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
માલવીયા નગર પોલીસ મથકમાં પુત્રવધૂ વિરુદ્ધ કરી અરજી
રાજકોટનાં લક્ષ્મીનગર મેઈનરોડ ત્રિમૂર્તિ ટાવરમાં રહેતાં મુળ ગોંડલનાં નિવૃત શિક્ષક મનજીભાઈ ધનજીભાઈ સાવલીયાએ માલવીયા નગર પોલીસ ચોકીમાં રજૂઆત કરતાં જણાવ્યું કે તેમની પુત્રવધૂએ શનિવારે તેમનાં ભાડાંનાં ફ્લેટ પર ધસી આવી ધમકી આપી હતી કે, "હું તમને બધાંને ખોટાં કેસમાં ફીટ કરી દઈશ". મનજીભાઈએ જણાવ્યું કે, તેમના પુત્રના વર્ષ 2011માં લગ્ન થયા હતા થયા હતા. ત્યારથી જ પુત્રવધૂનો પરિવારમાં માનસિક ત્રાસ રહ્યો છે. વધુમાં મનજીભાઈએ કહ્યું કે, તામસી સ્વભાવની પુત્રવધૂએ ગુસ્સે થઇ મારાં પુત્ર અને પૌત્રીને મારઝૂડ પણ કરતી હતી. આ અંગે મારા પુત્રએ તેની પત્ની સામે ગોંડલ પોલીસમાં માર્ચ 2020માં ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ પુત્રવધૂએ અમારા પર કુંકાવાવ પોલીસમાં દહેજધારા અંગે ખોટી ફરિયાદ કરી હતી.
પુત્રવધૂએ ઘર પર કબ્જો કરતાં મનજીભાઈ રાજકોટ આવ્યાં
વૃદ્ધ દંપતીના ઘરનો કર્યો કબ્જો પુત્રવધૂએ લઈ લેતાં મનજીભાઈ અને તેમના પત્ની રાજકોટ રહેવાં આવી ગયાં હતાં. ત્યારબાદ પુત્રવધૂ માવતર ચાલી જતાં બાદમાં પુત્ર અને પૌત્રી પણ તેમની સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હતાં. દરમિયાન જુલાઈ માસમાં તેમના ગોંડલ સ્થિત મકાનનાં તાળાં તોડી પુત્રવધૂએ કબ્જો કરી લીધો હતો. જે આજ સુધી હોય તેઓ ગોંડલ જઇ શકતાં નથી. આ સમગ્ર મામલાને લઈને વૃદ્ધ દંપતીએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે.