- રામનાથપરા સ્મશાન ગૃહમાં ગત વર્ષના 3 મહિનામાં 1120 અગ્નિસંસ્કાર
- 2021માં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કુલ 2220 મૃતકોના અગ્નિસંસ્કાર
- કોરોનાની પ્રથમ લહેર કરતા સ્મશાન ગૃહમાં અગ્નિસંસ્કારની બમણી સંખ્યા
રાજકોટ: દેશમાં કોરોનાની બીજી લહેરમાં લાખો લોકોના મોત થયા હતા. આથી, મૃતકોને સ્મશાનમાં અંતિમ વિધિ માટે પણ વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે, દેશમાં હાલ કોરોનાની પરિસ્થિતિ ધીમે-ધીમે કાબૂમાં આવી રહી છે. જેને લઈને ETV Bharat દ્વારા રાજકોટના સ્મશાન ગૃહમાં ચેક કરવામાં આવ્યું હતું કે છેલ્લા 3 મહિનામાં આ સ્મશાન ગૃહમાં કેટલા મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. આથી, સામે આવ્યું હતું કે વર્ષ 2021માં માર્ચ, એપ્રિલ અને મે માસ દરમિયાન કુલ 2220 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. જે ગત વર્ષના 3 મહિનાની સરખામણીએ બમણી સંખ્યા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ
છેલ્લા 3 મહિનામાં 2220 મૃતકોના અગ્નિ સંસ્કાર
રાજકોટના સૌથી મોટા સ્મશાન ગૃહ એવા રામનાથપરા ખાતે વર્ષ 2021માં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કુલ 2220 મૃતકોના અગ્નિસંસ્કાર ઇલેક્ટ્રોનિક ભઠ્ઠી તેમજ લાકડામાં કરવામાં આવ્યા હતા. જેમાં, માર્ચમાં 391, એપ્રિલમાં 1082 અને મે મહિનામાં 561 મૃતકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 મહિનામાં લાકડામાં 1344 અને ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીમાં 690 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. આમ, કુલ 2220 મૃતકોના અહીં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના કેસમાં નોંધાયો ઘટાડો
ગત વર્ષે 3 મહિનામાં 1120 બોડીના અગ્નિ સંસ્કાર કરાયા
રાજકોટમાં સરગમ કલબ અને મહાનગરપાલિકા બન્ને દ્વારા સંયુક્ત રીતે રામનાથપરા સ્મશાન ગૃહનું સંચાલન કરવામાં આવે છે. ત્યારે, સરગમ કલબના સંચાલક ગુણવંત ડેલાવાળાએ જણાવ્યું હતું કે, રામનાથપરા સ્મશાન ગૃહમાં ગત વર્ષે માર્ચ, એપ્રિલ અને મેં મહિનામાં કુલ 1120 બોડીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યારે, ચાલુ વર્ષે માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કુલ 2220 મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. જે કોરોનાની પ્રથમ લહેર કરતા બમણી સંખ્યા જોવા મળી રહી છે.