- કોવિડ હોસ્પિટલમાં ઉપયોગ કરાતા મેડિકલ ઇક્વિપમેન્ટને રાખવામાં આવે છે વાઈરસમુક્ત
- કોવિડ હોસ્પિટલમાં તમામ સાધનોનું પ્રોપર કેમિકલથી થાય છે સેનેટાઈઝર
- બાયોમેડિકલ વેસ્ટ અંગે પણ જરૂરી તકેદારી રાખવામાં આવે છે
રાજકોટઃ આ અંગે સેવા આપતાં નર્સ ખ્યાતિબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ઇન્ફેકશન કંટ્રોલ સ્ટાફ નર્સની કામગીરી કોવિડ હોસ્પિટલમાં દર્દી ઉપયોગમાં લે છે. તે તમામ સાધનોનું પ્રોપર કેમિકલથી સેનેટાઈઝર થાય તેમ જ દરેક કર્મચારી જ્યારે હોસ્પિટલમાં એન્ટ્રી કરે ત્યારે પીપીઈ કીટ પ્રોપર પહેરી છે કે કેમ તે અંગે તેમને અવેર કરવાની કામગીરી કરાઇ છે. ઉપરાંત સેનેટરી ઇસ્પેક્ટરને સાથે રાખીને સ્વચ્છતા સફાઇ અંગે મટીરીયલ તૈયાર થાય અને તેની અમલવારી સફાઈ કર્મચારીઓ દ્વારા કરવા કરવામાં આવે છે. 0.5ના પ્રમાણથી હાઇપર ક્લોરાઈડ હાઈપર ક્લોરાઇડ સોલ્યુશનથી સેનેટાઇઝેશન કરવામાં આવે છે. બાયોમેડિકલ વેસ્ટ અંગે પણ જરૂરી તકેદારી રાખવામાં આવે છે અને દર્દીઓના સ્વોબ પણ પરીક્ષણ અર્થે મોકલવામાં આવે છે. જેથી અન્ય કોઇ ઇન્ફેક્શન હોય તો ત્યાર પછીના આવનાર દર્દીને ન લાગે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
- મેડિકલ ઇક્વિપમેન્ટનું પણ થાય છે ટેસ્ટિંગ
કોવિડ હોસ્પિટલમાં ઇન્ફેક્શન સ્ટાફ નર્સ રાજેશ્રી વડસરાએ જણાવ્યું હતું કે, સ્ટ્રેચર તેમજ ઇન્જેક્શન ટ્રોલી અને અન્ય સાધનો બરાબર છે કે કેમ અને દર્દીની તબિયત ગંભીર થાય તો એવા સમયે ઉપયોગમાં લેવાનાર મેડિકલ ઇક્વિપમેન્ટનુ ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. સ્ટાફને દર્દીની સારવાર દરમિયાન વાગી જાય તો એમને ઈન્ફેક્શન ન થાય તે માટે તપાસ કરાવવામાં આવે છે. કાજલબેન સોઢાતરે જણાવ્યું હતું કે, બ્લડના સેમ્પલ કે મર્કયુરી ઢોળાય તો તેની સફાઈ કરવા માટેની ખાસ કિટનો ઉપયોગ કરવામાં આવે છે તેની તપાસ પણ કરવાની કામગીરી ઇન્ફેક્શન સ્ટાફ નર્સ દ્વારા કરવામાં આવે છે.
- કોરોનાના દર્દીઓની સારવારમાં તમામ બાબતની રખાય છે તકેદારી
રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં તમામ બાબતની તકેદારી રાખવામાં આવે તે માટે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારની દરેક કામગીરી માટે ટીમો બનાવી સફળ સંચાલન કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવે અને કોરોનાના ઇન્ફેક્ટેડ દર્દીઓની અદ્યતન સારવાર થાય તે માટે રાજ્ય સરકાર જિલ્લાતંત્ર અને હોસ્પિટલ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે છે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા મેડિકલ ઇક્વિપમેન્ટને કેવી રીતે રાખવામાં આવે છે વાઈરસમુક્ત? - hospital
રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓને બીજા રોગનું ઇન્ફેકશન ન થાય તેમજ સ્ટાફને કોવિડનું ઈન્ફેક્શન ન લાગે તે માટે હોસ્પિટલ સહિત તમામ મેડિકલ ઇક્વિપમેન્ટનુ પ્રોપર સેનેટાઈઝેશન ખાસ કેમિકલથી કરવામાં આવે છે. આ કામગીરી માટે પીડીયુ હોસ્પિટલમાં ઇન્ફેકશન કંટ્રોલ નર્સ બહેનો રાઉન્ડ ધ ક્લોક કામગીરી સેવા બજાવી રહી છે. જેને લઈને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર તમામ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ પણ ચેપમુક્ત રહે.
રાજકોટ કોવિડ હોસ્પિટલમાં ઉપયોગ કરાતાં મેડીકલ ઇક્વિપમેન્ટને કેવી રીતે રાખવામાં આવે છે વાઈરસમુક્ત ?