રાજકોટઃ રાજકોટમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને રાજકોટના આજુબાજુના ગામોમાં આવેલ નાનીમોટી નદીઓ, નાળાઓ પાણીથી છલકાઈ ગયાં છે. ત્યારે રાજકોટના જામનગર રોડ પર આવેલા ન્યારી 2 ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઇ છે. જેને લઇને ડેમના છ જેટલા દરવાજા હાલ ખોલવામાં આવ્યાં છે. ન્યારી 2 ડેમની સપાટી 88.5 મીટરની છે તેમ જ ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે ડેમની સપાટી 87.45 મીટર જેટલી થઈ ગઇ છે અને 13,616 ક્યૂસેક નવા નિરની આવક નોંધાઇ છે.
આમ ડેમમાં પાણીનો આવરો વધતાં સાવચેતીરુપે આ ડેમના 6 જેટલા પાટિયા ખોલવામાં આવ્યાં છે. તેમ જ ડેમની હેઠવાસના આસપાસના ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી, સહિતના ગામોને એલર્ટ કરાયાં હતાં.