- રાજકોટમાં આગામી દિવસોમાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થવાની છે
- પાયલોટ ટ્રેનિંગ સ્કૂલથી સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે
- આજે ત્રણ જેટલા પાયલોટની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી હતી
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટ(Rajkot)માં આગામી દિવસોમાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ( Pilot Training School) શરૂ થવાની છે. જેને લઇને રાજકોટ વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ( Pilot Training School) થી સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે અને રાજકોટના ઘરઆંગણે જ પાયલોટ તૈયાર થશે.
એકાદ વર્ષમાં ટ્રેનીંગ સ્કૂલ શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યા છે
રાજકોટમાં ટ્રેનિંગ સ્કૂલ શરૂ થવાને લઈને આજે ત્રણ જેટલા પાયલોટની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી હતી તેમજ વિવિધ ટ્રેનિંગ સ્કૂલને લઈને ચકાસણી કરી હતી, જ્યારે આગામી એકાદ વર્ષમાં રાજકોટમાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ થવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો- NSA અને CDS આજે બુધવારે લઈ શકે છે અજમેર મિલિટરી સ્કૂલની મુલાકાત
અમદાવાદથી ત્રણ પાયલોટની ટિમ આવી રાજકોટ
ઇન્ફિનફ્લાઇ એવિએશન લિમિટેડ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ( Pilot Training School) બનાવવા માટે રસ દાખવ્યો છે, ત્યારે આજે અમદાવાદ ખાતેથી ત્રણ જેટલા પાયલોટની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે આવી હતી. પાયલોટ ટ્રેનિંગ સ્કૂલને લઈને વિવિધ ચકાસણી પણ આ ટીમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદના પાયલોટની ટીમ દ્વારા રાજકોટ એરપોર્ટના અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી હતી અને સમગ્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જો બધું બરાબર હોય તો આગામી એક વર્ષમાં રાજકોટ(Rajkot) એરપોર્ટ ખાતે પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ( Pilot Training School) શરૂ થઈ જશે.
આ પણ વાંચો- રાજકોટ જિલ્લામાં 108 સેવા દ્વારા પાયલોટ દિવસની ઉજવણી કરાઈ
પાયલોટની ટ્રેનિંગ માટે બહાર નહિ જવું પડે: એરપોર્ટ અધિકારી
આગામી દિવસોમાં રાજકોટ (Rajkot)એરપોર્ટ ખાતે પાયલોટની ટ્રેનિંગ ( Pilot Training School) શરૂ થવાની છે. જેને લઇને એરપોર્ટના ડાયરેક્ટર વોરાએ જણાવ્યું હતું કે, આજે ત્રણ જેટલા પાયલોટની ટીમ રાજકોટની મુલાકાતે આવી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ(Rajkot)માં ટ્રેનિંગ સ્કૂલ શરૂ થવાની છે, જ્યારે સૌરાષ્ટ્રનું મેન સેન્ટર રાજકોટ હોવાના કારણે ઘણા બધા લોકો અહીં ટ્રેનિંગ લેવા માટે આવી શકે છે. જેને લઇને રાજકોટની પસંદગી કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવે પાયલોટની ટ્રેનિંગ માટે રાજકોટ બહાર કોઈને જવું નહીં પડે તેમજ અહીં જ વિમાન ઉડાવવાની તાલીમ મળી રહેશે.