ETV Bharat / city

ગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજ - રાજકોટ નવરાત્રી મહોત્સવ

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન ગરબા પર(Gujarati Garba GST on Passes) 18% જીએસટી લાગુ કરવાને લઈને આ વર્ષે આયોજકોમાં નોંધપાત્ર વાંધો અને નારાજગી જોવા મળી રહી છે, ત્યારે રાજકોટમાં ગરબા આયોજકે(Garba organizer in Rajkot) ગરબા ખેલૌયા પર GSTનું ભારણ ન આવવા દેવાનું પસંદ કર્યું છે. આ લેખમાં વધુ જાણો.

Etv Bharગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજat
Etv Bharaગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજt
author img

By

Published : Aug 4, 2022, 10:46 PM IST

રાજકોટ: સરકાર દ્વારા ગુજરાતની પરંપરા ગણાતા એવા નવરાત્રીનાં ગરબાનાં(Rajkot Navratri Festival) મોટા આયોજનો પર 18 ટકા GST લાદવામાં આવ્યો છે ત્યારે સરકારનાં આ નિર્ણયનો ઠેર-ઠેર ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જો કે સરકાર પણ જાણે આ નિર્ણય પરત લેવાના મૂડમાં ન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે GST લાગુ કર્યા બાદ થતા વિરોધ સામે સરકારે હજુ સુધી કોઈ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી નથી ત્યારે રાજકોટનાં ગરબા સંચાલકે(Garba manager of Rajkot) સરકારનાં આ નિર્ણયનું માન જળવાય અને ખેલૈયાઓ પરGST નો બોજ ન પડે તે માટે GST પોતે જાતે ભોગવવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટનાં ગરબા સંચાલકે સરકારનાં આ નિર્ણયનું માન જળવાય અને ખેલૈયાઓ પર GST નો બોજ ન પડે તે માટે GST પોતે જાતે ભોગવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: GST on Garba Pass : વડોદરામાંથી સામે આવી સંચાલકો અને ખેલૈયાઓની નારાજગી

16 વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રીનું આયોજન - આ અંગે રાજકોટના સુરભી ગ્રૂપના પ્રેસિડેન્ટ(President of Surabhi Group Rajkot) વિજય વાળાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 16 વર્ષથી રેસકોર્સ ખાતે નવરાત્રીનું આયોજન(Navratri organized at Rajkot Racecourse) કરે છે. આ તકે તેઓ દ્વારા જણાવ્યું હતું કે તેમને જાણવા મળ્યું કે સરકારે ગરબાના પાસ(Gujarati Garba GST on Passes) ઉપર પણ GST જાહેર કર્યો છે ત્યારે તેઓ દ્વારા સરકારને વિનંતી છે કે આ ટેક્સ રદ્દ કરવો જોઈએ કારણ કે તેમના જેવા કોમર્શિયલ આયોજનમાં પણ વાહન પાર્કિંગ અને પાણી સહિતની વસ્તુઓ તદ્દન ફ્રી આપવામાં આવતી હોય છે અને લોકોમાં પારિવારિક માહોલ ફેલાય અને લોકો આનંદ માણે તે તેમનો મુખ્ય ઉદ્દેશ છે.

માતાજીના નોરતામાં કોઈપણ રાજકારણ હોવું જોઈએ નહીં - ગરબા સંચાલકે અંતમાં જણાવ્યું છે કે માતાજીના નોરતામાં કોઈપણ રાજકારણ હોવું જોઈએ નહીં, ત્યારે હાલ ગરબા આયોજકો લૂંટ ચલાવતા હોવાની જે ચર્ચાઓ ચાલી રહી છે તે ખરેખર તદ્દન ખોટી છે. લોકો કોરોના કાળમાં ઘરે બેસીને બે વર્ષથી કંટાળેલા છે જે બાદ લોકો જ્યારે ગરબે રમી રહ્યા હોય ત્યારે તમામ રાજકીય પક્ષોને તેમના દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે કે આ મુદ્દે રાજકારણ કરે નહીં અને સરકારને પણ વિનંતી કરી છે કે આ GST મુદ્દે યોગ્ય નિર્ણય કરે.

આ પણ વાંચો: GST Council meeting : 0.25 થી 1.5 ટકા દર વધારાયો તો હીરાઉદ્યોગનો શું આવ્યો પ્રતિભાવ જૂઓ

GSTનો બોજો ખેલૈયાઓ ઉપર નહીં પડવા દઈએ - આ અંગે છતાં પણ જો સરકાર GST પરત ન ખેંચે તો સરકારનો નિર્ણય શિરોમાન્ય છે, પરંતુ GSTનો બોજો ખેલૈયાઓ ઉપર નહીં પડવા દઈએ તેવું જણાવ્યું છે. આ માટે તેમના દ્વારા જાહેરાત કરી છે કે સુરભી ક્લબ ખેલૈયાઓ પાસે GST વસુલશે નહીં અને GSTનો સરકારનો બોજ તેઓ સહન કરશે. તેમનો ધ્યેય માત્ર પારિવારિક માહોલમાં નવરાત્રીનું આયોજન કરવાનો છે ત્યારે આ GSTના(18 Percent GST on Garba Passes) કોઈપણ ખેલૈયાઓ પાસેથી વસુલવામાં નહીં આવે તેવી ખાતરી તેમણે આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.