ETV Bharat / city

રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ

author img

By

Published : May 29, 2021, 3:27 PM IST

રાજકોટ અને બોટાદમાંથી 4 બાઈકની ચોરોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યા હતાં. ત્યારે, હાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 બાઈક કબજે કરવામાં આવ્યા છે. જોકે, આ ગેંગનો એક શખ્સ હજુ પણ ફરાર છે.

રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ
રાજકોટમાં અલગ અલગ 5 જેટલા બાઇક ચોરી કરતી ટોળકી ઝડપાઈ
  • બાઈકની ચોરી કરનાર 4 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા
  • શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 બાઈક કબજે કરવામાં આવ્યા
  • શખ્સો 2-2ના ગ્રુપમાં રેકી કરી બાદમાં બાઈક ઉઠાવી લેતા

રાજકોટ: શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં છેલ્લા કેટલાય સમયથી વાહનચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે, રાજકોટ અને બોટાદમાંથી 5 બાઈકની ચોરી કરનાર ગેંગનાં 4 શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતાં. જોકે, આ ગેંગનો એક શખ્સ હજુ ફરાર છે. 3 માસમાં 5 બાઈકની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ હતી. ત્યારે, હાલ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 5 જેટલા બાઈક કબજે કરવામાં આવી છે. જે બાઈક રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ બોટાદ શહેરમાંથી ચોરી કર્યા હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર LCBએ ધ્રાંગધ્રાથી 2 બાઈક સાથે ઈસમને ઝડપી પાડ્યો

આરોપીઓએ વાહન ચોરીના અલગ-અલગ ગુના અંગે કબૂલાત કરી

શહેર પોલીસ કમિશ્નર દ્વારા વાહનચોરીના ગુના ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનના અમલદારોને આદેશ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ કુવાડવા રોડ પર પેટ્રોલિંગમાં હતી. આ સમયે 4 જેટલા શંકાસ્પદ શખ્સો 2 જેટલા બાઈકમાં નીકળ્યા હતા. ત્યારે, આ શંકાસ્પદ શખ્સોને ઉભા રાખી તેમની પૂછપરછ કરતાં તેઓ જે બાઈક પર સવાર થઈને નીકળ્યા હતા તે ચોરીની હોવાનું ખુલ્યું હતું. ત્યારે, આરોપીઓની વધુ પૂછપરછ કરતા આરોપીઓએ વાહન ચોરીના અલગ-અલગ ગુના અંગે કબૂલાત આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: 14 બુલેટ સહિત 21 બાઈક ચોરી કરનારા 4 ચોર ઝડપાયા

પહેલા રેકી અને બાદમાં બાઈક ઉઠાવી લેતા

રાજકોટ તાલુકા પોલીસ મથક, આજી ડેમ પોલીસ ઉપરાંત બોટાદમાંથી કુલ 4 મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી. 5મું બાઈક થાનગઢનાં રીઢાતસ્કર અને હાલ વોન્ટેડ આરોપી જગદીશએ ઉઠાવ્યું હોવાથી તે પકડાયા બાદ જ ક્યાંથી ચોરી થઈ હતી તે બહાર આવશે. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ ટોળકી 2-2ના ગ્રુપમાં જઈને પહેલા રેકી અને બાદમાં બાઈક ઉઠાવી લેતા હતા. બાઈકનાં લોકનાં છેડા ડાયરેક્ટ કરી આસાનીથી તેની ચોરી કરતા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.