ETV Bharat / city

શ્રાવણ માસ નિમિતે રાજકોટમાં વિવિધ ફરસાણની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા - Food Department

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેના કારણે લોકોમાં ફરાળી વસ્તુઓની માગ વધુ હોય છે. રાજકોટમા ફુડ વિભાગે વિવિધ દુકાનોમાં દરોડા પાડ્યા હતા જેમા અનેક ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો.

food
શ્રાવણ માસ નિમિતે રાજકોટમાં વિવિધ ફરસાણની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા
author img

By

Published : Aug 22, 2021, 10:37 AM IST

  • શ્રાવણ માસમાં ફુડ વિભાગના દરોડા
  • રાજકોટમાં અનેક દુકાનામાં દરોડા
  • અનેક ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો

રાજકોટ: શ્રાવણ માસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા શહેરની વિવિધ ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ શ્રાવણ મહિના દરમિયાન ફરાળી વસ્તુઓનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે, જેને લઇને મનપાની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ખાદ્ય પદાર્થને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં આજે કુલ 15 જેટલી વિવિધ દુકાનોમાં ખાદ્યતેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બિન આરોગ્યપ્રદ જણાઇ આવતાં તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

શ્રાવણ માસ નિમિતે ખાસ ડ્રાઇવ

ફૂડ સેફ્ટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ એક્ટ - 2006 અંતર્ગત શ્રાવણ માસમાં ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની વિવિધ કુલ 15 જેટલી દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન બિનઆરોગ્યપ્રદ અને તપકીરવાળી 3 કિલોગ્રામ જેટલી પેટીસ અને 15 કિલો જેવું અખાદ્ય તેલ મળી આવ્યું હતું. જ્યારે છાપેલ પસ્તી 17 કિલો મળી આવી હતી. આ તમામ વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા ખાસ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રવિવાર સુધીમાં લગભગ 300 ભારતીયો અફઘાનિસ્તાનથી સ્વેદેશ આવે તેવી શક્યતા

ફરાળી ખાદ્યચીજમાં કરેલી ચકાસણીની વિગત

શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવી હતી. જે નીચે પ્રમાણે છે.

દુકાનનું નામવિસ્તારનાશ કરવામાં આવેલી સામગ્રી
સ્વીટસ એન્ડ સ્નેક્સગોંડલ રોડતપકીરવાળી પેટીસ 3 કિ.ગા. નાશ
ન્યુ રમેશ સ્વીટ માર્ટઅંબાજી કડવા પ્લોટદાજીયુ તેલ 2 કિ.ગ્રા. નાશ
પટેલ ગાંઠીયા પેટીસગુરૂપ્રસાદ ચોકદાજીયુ તેલ 3 કિ.ગ્રા. નાશ
બાલાજી ભવાની ફરસાણગુરૂપ્રસાદ ચોકછાપેલ પસ્તી 8 કિ.ગ્રા. દાજીયુ તેલ 4 કિ.ગ્રા નાશ
ભગવતી ફરસાણગુરૂપ્રસાદ ચોકછાપેલ પસ્તી 9 કિ.ગ્રા., દાજીયુ તેલ 6 કિ.ગ્રા નાશ
જલારામ ગાંઠીયાગોંડલ રોડ
ૐ સાંઇ પેટીસગોંડલ રોડ
જલારામ ફરસાણરામનગર મે. રોડ
મહાવીર ફરસાણરામનગર મે. રોડ
જય સિતારામ ડેરી ફાર્મગુરૂપ્રસાદ ચોક
શ્રી ભેરૂનાથ નમકીનઅંબાજી કડવા પ્લોટ
રામેશ્વર નમકીનસ્વામિનારાયણ ચોક
મોમાઇ ફરસાણસ્વામિનારાયણ ચોક
શિવમ ફરાળી ભેળકૃષ્ણનગર મે. રોડ

આ પણ વાંચો : આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.