ETV Bharat / city

તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે કૃષિ પ્રધાન ફળદુની પત્રકાર પરિષદ - ટીમો દ્વારા સર્વે

તૌકતે વાવાઝોડાના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને પહોંચી વળવા રાજ્ય સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી છે. ત્યારે, ગુરૂવારે કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 669 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી છે. જે હાલ પૂર્ણતાના આરે છે.

તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે કૃષિ પ્રધાન ફળદુની પત્રકાર પરિષદ

author img

By

Published : May 27, 2021, 8:58 PM IST

  • રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 669 ટીમો દ્વારા સર્વે
  • 2 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકને અસર
  • પાકમાં થયેલા નુકસાન માટે સરકારે 500 કરોડ ફાળવ્યા

રાજકોટ: તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર રાજ્યમાં તારાજી જોવા મળી હતી. ત્યારે, તૌકતે વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, દિવ, ઉના પંથકમાં મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી હતી. આ ઉપરાંત, રાજ્યમાં વાવાઝોડાએ કૃષિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોચાડ્યું છે. આથી આ અંગે, કૃષિ પ્રધાન આર. સી. ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં જ્યારે જ્યારે રાજ્યમાં અતિવૃષ્ટી, દુષ્કાળ, વાવાઝોડા આવ્યા છે ત્યારે, રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા માટે અલગ અલગ કૃષિ રાહત પેકેજ આપીને તેઓને પગભર કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે.

તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાનના પગલે કૃષિ પ્રધાન ફળદુની પત્રકાર પરિષદ

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં 15,000 કરોડનું નુકસાન, સરકારની સહાય લોલીપોપ: અમિત ચાવડા

રાજ્યના 86 તાલુકાઓમાં કૃષિ અને બાગાયતી પાકને અસર

રાજ્યના 86 તાલુકાઓમાં અંદાજીત 2 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ અને બાગાયતી પાકને અસર થઇ છે. આ ઉપરાંત, 16 લાખ કરતા વધારે વૃક્ષો પડી ગયા છે. રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 669 ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ઘરવામાં આવી છે. જે હાલ પૂર્ણતાના આરે છે. કોંગ્રેસ આવા સમયે પણ રાજકારણ કરે છે. હાલ વાવાઝોડાના કારણે કૃષિના વાવેતર તેમજ બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયુ છે. આથી, સરકાર દ્વારા 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને પગલે બાગાયતી પાકોને આશરે 500 કરોડ રૂપિયાનું નુકસાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.