ETV Bharat / city

ગોંડલ-આટકોટ હાઇવે પર કાપડ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ, કંપનીને લાખોનુ નુકસાન

ગોંડલ-આટકોટ હાઇવે પર ખારચિયા ગામ પાસે આવેલી આગન ટેકસટાઇલમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા રાજકોટ, જેતપુર, ધોરાજી, જસદણ, ગોંડલ સહિતના 8 ફાયર ફાઈટરો ઘટના સ્થળે પોહચ્યા હતા. ફાયર ફાઈટરોએ આગ પર સતત 4 કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

Fire In A Textile Factory of jeans pants
કાપડ બનાવવાની ફેકટરીમાં ભીષણ આગ
author img

By

Published : Jun 30, 2020, 10:25 AM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આવેલી આગન ટેકસટાઇલ જીન્સના પેન્ટના કાપડ બનાવે છે. લૉકડાઉનને કારણે મજૂર ન હોવાથી હાલ ફેકટરી બંધ પડેલી હતી. જેમાં મશીનરી, કાપડ, ફેકટરીના તમામ સેડના સ્પેરપાર્ટ્સ અને ઓફીસ આગમાં બળીને ખાખ થયું હતું.

કાપડ બનાવવાની ફેકટરીમાં ભીષણ આગ

આ દુર્ઘટનામાં આગને લઈને આગન ટેક્સટાઈલનો એક સેડ ધરાશાહી પણ થયો હતો. જો કે હજી સુધી આગ લાગવા પાઠળનું કારણ જાણવા મળ્યું નથી. જીન્સના પેન્ટના કાપડ બનાવતી ટેકસટાઇલમાં આગને લઈને લાખોનું નુકસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.