- રાજકોટ ફાયર વિભાગની લાલ આંખ
- રાજકોટમાં હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કડકાઈ
- ફાયર એનઓસી વગરની હોસ્પિટલ સીલ કરાશે
રાજકોટઃ રાજકોટ શહેરમાં 421 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી હોવાનું સામે આવ્યું છે.જ્યાં સુધી એન.ઓ.સી નહીં લે ત્યાં સુધી નવા દર્દીઓને દાખલ નહીં કરી શકે. બધા દર્દીઓ ડિસ્ચાર્જ થયા પછી હોસ્પિટલની સીલ કરવામાં આવશે.
માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી છે
રાજકોટ શહેરમાં 421 હોસ્પિટલો છે જેમાંથી માત્ર 100 હોસ્પિટલો પાસે જ ફાયર એન.ઓ.સી હોવાનું સામે આવ્યું છે. સાથે જ જે હોસ્પિટલોએ છત પર ફાયબર ડોમ બનાવ્યાં હશે તે દૂર નહીં કરે ત્યાં સુધી એન.ઓ.સી નહીં આપવામાં આવે.