રાજકોટઃ ત્રિકોણબાગ નજીક શાસ્ત્રીનગર ખાતે બસ સ્ટેન્ડમાં બુધવારે બે મહિલાઓ એકબીજા સાથે છુટ્ટાહાથે મારામારી કરતી નજરે પડી હતી, જેને લઈને અહીં ઘટના સ્થળે હાજર લોકોએ બે મહિલાઓ ઝઘડતી હોવાનો વીડિયો મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ સમગ્ર મામલે પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે કે, છુટ્ટાહાથે મારામારી કરનારમાં એક મહિલા PSI હતી અને બીજી મહિલા એસટીમાં કંડક્ટર હતી.
![રાજકોટમાં બસથી દૂર રહેવાનું કહેતા મહિલા PSI અને કંડક્ટર વચ્ચે મારામારી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9187388_woman_psi_7202740.jpg)
જોકે, બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. મહિલા PSIનું નામ એન. બી. ડોડિયા છે અને તે પોતાની માતાને બસમાં બેસાડવા માટે એસટી બસસ્ટેન્ડ ખાતે વાહન લઈને આવી હતી. તે દરમિયાન બસ સ્ટેન્ડમાં બીજી તરફથી એસટી બસ આવી ચડતા મહિલા PSIને મહિલા કંડક્ટરે વાહન રસ્તા પરથી દૂર લેવાનું કહ્યું હતું. જે મામલે બન્ને વચ્ચે બબાલ સર્જાઈ હતી.