ETV Bharat / city

રાજકોટ તાલુકાના અનેક ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહ પરિવારના ધામા, લોકોમાં ભય ફેલાયો - Former Executive Chairman of District Panchayat

રાજકોટ તાલુકાના ગામોમાં તેમજ પંથકમાં છેલ્લા 20 થી 25 દિવસથી સિંહ પરિવારના ધામા છે. જેને લઈને ગામમાં ભારે ભય ફેલાયો છે, ગામડામાં પશુઓના સતત થઇ રહેલા મારણને પગલે હવે ચારે તરફથી શોરબકોર વધવાથી ફોરેસ્ટ વિભાગ હવે જાગ્યું છે અને ગામમાં જઈને સિંહ આવે તો શું કરવું તેના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. તેમજ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.

રાજકોટ તાલુકાના અનેક ગામમાં છેલ્લા કેટલાક દિવસથી સિંહ પરિવારના ધામા

author img

By

Published : Dec 23, 2020, 6:46 PM IST

Updated : Dec 23, 2020, 7:06 PM IST

  • રાજકોટ તાલુકાના અનેક ગામમાં સિંહે ધામા નાખ્યા
  • વન વિભાગ દ્વારા ખેડૂતો સાથે સભા કરી પત્રીકા વિતરણ કરાઈ
  • સિંહ સામે કેવી રીતે સાવચેતી રાખવી તેની આપવામાં આવી રહી છે માહિતી

રાજકોટઃ શહેરના સિમાડે છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહે ધામા નાખ્યા છે. આ સિંહો માનવભક્ષી ન હોવા થી તેને પાંજરે પણ પૂરી શકતા નથી. જેથી સિંહો આગળ આગળ અને વન વિભાગ પાછળ પાછળ દોડી રહ્યું છે. ત્યારે સિંહ સામે કેવી રીતે સાવચેતી રાખવી અને શું ન કરવું તે માટે વન વિભાગ દ્વારા ખેડૂતો સાથે રાત્રિ સભા કરી અને પત્રિકા વિતરણ કરી માહિતી આપવામાં આવી રહી છે. વનવિભાગ સતત સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યુ છે. જોકે, હજુ સુધી સિંહોએ માનવી પર હુમલો કર્યો નથી.

ખેડૂતોને કરવામાં આવી રહ્યા છે જાગૃત

વન વિભાગ દ્વારા પત્રીકા વિતરણ કરાઈ
વન વિભાગ દ્વારા પત્રીકા વિતરણ કરાઈ

વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની વહારે આવવાની માંગ કરી છે. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેને ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરી

સરધાર અને કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહોની જોડીએ ડેરા નાખ્યા છે. આ સિંહોની જોડીને આ વિસ્તાર અનુકૂળ આવી ગયો હોય તેમ અહીં સિંહ વિહાર કરી રહ્યાં છે. ખેડૂતોના મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરી છે અને જે પશુપાલકોના પશુઓનું મારણ થયું તેને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગ કરી છે.

Last Updated : Dec 23, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.