- જેતપુરને સાડી ઉદ્યોગનું વડુમથક ગણવામાં આવે છે
- અંદાજિત 3,000થી વધુ કારખાના આવેલા છે
- ઝારખંડ-ઓડિશા સહિતના મજૂરો વધુ માત્રામાં
રાજકોટ: જિલ્લાના જેતપુરને સાડી ઉદ્યોગનું વડુમથક માનવામાં આવે છે. 6 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજયના 20 મોટા શહેરોમાં રાત્રી કરફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને તેમાંથી જ રોજગારી મેળવતા મજૂરોમાં ગયા વર્ષ જેવી જ લોકડાઉનની દહેશત અને શંકા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ભાવનગરના પરપ્રાંતીય શ્રમિકોની એક જ માગઃ લૉકડાઉન લગાવો તો સમય આપજો
શું મજૂરો મૂકાશે મુશ્કેલીમાં ?
સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા જે રાત્રી કરફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે યોગ્ય છે, પરંતુ સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવશે તો મજૂરો મુશ્કેલીમાં મૂકાશે.
મોટાભાગના ગુજરાત બહારના લોકો જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
ગયા લોકડાઉનમાં જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો બહુ હેરાન-પરેશાન થયા હતા. તેમજ કારખાનેદારોએ પણ બહુ નુકસાની વેઠી હતી, તેમજ જેતપુરમાં બનતી સાડી પુરા ભારત ઉપરાંત વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. જેમાં ગયા લોકડાઉનમાં સાડી ઉદ્યોગમાં ખુબ જ મોટું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: જામનગર બ્રાસપાર્ટમાં જોડાયેલા શ્રમિકોની લોકડાઉન વિશે પ્રતિક્રિયા
મજૂરોમાં માસ્ક નામે ઉઘરાવાતા દંડ સામે નારાજગી
સાડીના કારખાનાઓમાં કામ કરતા મજૂરોમાં એકબાજુ લોકડાઉનની દહેશત છે, તો બીજી બાજુ માસ્ક ન પહેરવા બદલ ઉઘરાવવામાં આવતા એક હજારના દંડ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એક તો રોજગારી ઓછી મળે છે, અને આ દંડ પોસાય એમ નથી. જોકે સાડીના કારખાનેદારો સાથે વાત કરતા તેમણે ETV ભારતને જણાવ્યું હતું કે, જો લોકડાઉન થશે તો તેઓ દ્વારા મજૂરોના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.