ETV Bharat / city

રાજકોટની હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પર્દાફાશ - RAJKOT DAILY UPDATES

રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સગીરાને વેચવા માટે લઈને આવ્યા હોય તેવી બાતમી મુંબઈની એક NGOને મળતા NGOની મહિલા ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. તેમજ હોટેલ પાર્કઇનમાં પોલીસની મદદથી તપાસ કરતા સગીરા મળી આવી હતી.

રાજકોટની હોટેલમાં હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પર્દાફાશ

author img

By

Published : Jun 19, 2021, 1:41 PM IST

  • રાજકોટની હોટેલમાંથી પોલીસને સગીરા મળી અને કૂટણખાનું પણ ઝડપાયું
  • NGOની મહિલા ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી
  • હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પણ પર્દાફાશ થયો

રાજકોટ: સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્કઇનમાં સગીરાને વેચવા માટે લઈને આવ્યા હોય તેવી બાતમી મુંબઈની એક NGOને મળતા NGOની મહિલા ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. તેમજ હોટેલ પાર્કઇનમાં પોલીસની મદદથી તપાસ કરતા સગીરા મળી આવી હતી. જ્યારે આ સગીરાને લઈને આવનાર શખ્સ પોલીસને મળ્યો ન હતો, પરંતુ પોલીસ દ્વારા આ હોટેલની તપાસ કરવામાં આવતાં હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પણ પર્દાફાશ થયો છે. આ હોટેલના અન્ય રૂમમાંથી બે યુવતી મળી આવી છે. જે દેહવ્યવહારના વ્યવસાય સાથે સંકળાયેલી છે.

હોટેલમાં ચાલતું હતું કૂટનખાનું, બે યુવતીઓ મળી

મુંબઈની NGO સાથે રાજકોટ મહિલા પોલીસની ટીમ આ હોટેલ પર ગઈ હતી. જ્યાંથી એક સગીરા મળી આવતાં પોલીસ દ્વારા હોટેલના તમામ રૂમ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી હોટલના રૂમ નંબર 102માંથી મળી આવેલી બે યુવતીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું કે રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહક બોલાવી આ હોટેલમાં 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ડીસામાં હરિઓમ સ્કુલ પાછળ ચાલતો દેહવ્યાપારનો ધંધો ઝડપાયો

હોટેલમાંથી મળી આવેલી સગીરા હજુ પણ ગભરાયેલી

રાજકોટની બજારમાં આવેલી એક હોટેલમાં એક સગીરાને વેચવા માટે લઈ આવ્યા હોવાની બાતમી NGOને મળતા રાજકોટ પોલીસની મદદ લઈને હોટલમાં દરોડો પાડયો હતો. જે દરમિયાન સગીરા મળી આવી હતી, પરંતુ આ સગીરાને લઈને આવનારો શખ્સ મથુરા ખાતે નાશી છૂટ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સગીરા પોલીસને જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જેને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે હાલ રાખવામાં આવી છે. તેમજ તેનું કાઉન્સિલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેનું કાઉન્સિલિંગ પૂર્ણ થયા બાદ આ સગીરાની વધુ પુછપરછ હાથ ધરવામાં આવશે. જે દરમિયાન અનેક ચોંકાવનારી બાબતો પણ સામે આવી શકે છે.

આ પણ વાંચો: સ્પાની આડમાં દેહવ્યાપારઃ સુરતની મહિલાએ 15 વર્ષીય કિશોરી પાસે જબરદસ્તી દેહવ્યાપાર કરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.