રાજકોટઃ રાજકોટમાં અમુક નાના પ્લોટ પર નિર્માણ પામી રહેલી બિલ્ડીંગમાં બે સીડી નહિ હોય તો પણ મનપા દ્વારા બિલ્ડીંગને ફાયર NOC (building will be given a fire NOC) આપવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મધ્યમ વર્ગના બિલ્ડરોને (Middle class builders will benefit greatly) ખૂબ જ ફાયદો થશે.
રાજકોટ મહાનગરપાલિકાએ પરિપત્ર જાહેર કર્યો
ગુજરાત સરકારના સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીઝ વિભાગ (Department of State Fire Prevention Services) દ્વારા તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાને (Rajkot Municipal Corporation) આ અંગેનો એક પરિપત્ર જાહેર કર્યો છે. જે મૂજબ હાઈરાઈઝ અને લૉ રાઈઝ બિલ્ડીંગોમાં હવે એક સીડી હશે તો પણ ફાયર NOC આપી શકાશે.
બિલ્ડરોએ નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધ
વર્ષ 2021ના નિયમ મુજબ મનપા દ્વારા બિલ્ડીંગમાં બે સીડી મુકાય તો જ ફાયર NOC આપવામાં આવતા હતા. આ નિર્ણયના કારણે રાજકોટના ઘણાબધા બિલ્ડરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જ્યારે રાજકોટમાં 90થી વધારે બિલ્ડીંગના પ્લાન ઈન્વર્ડ કરવામાં આવ્યા નહોતા. તેમજ જે પણ બિલ્ડરો દ્વારા પ્લાન ઇનવર્ડ કરવામાં આવ્યા હતા તે તમામ નામજુંર થતા હતા.
નાના પ્લોટમાં પ્રેક્ટિકલી બે સીડી શક્ય નહોતી: મેયર
રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી જે પણ બિલ્ડીંગના નવા પ્લાન્ટ ઇનવર્ડ કરવાના થતા હતા. જેમાં હાઇકોર્ટના માર્ગદર્શન બાદ ક્યાંક એવી ગેરસમજ ઉભી થઇ હતી કે અમુક નાના પ્લોટ હોય તેમાં પણ બે સીડી ઉભી કરવાની વાત થતી હતી અને જ્યારે કોઈ હાઇરાઇસ બિલ્ડીંગમાં પણ બે સીડી મુકવી પડતી હતી, જેના કારણે ઘણા બધા બિલ્ડરોના પ્લાન નામંજુર થતા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને હવેથી નાના પ્લોટ અને બિલ્ડીંગમાં ફરજીયાત બે સિડી નહિ હોય તો પણ ફાયર NOC મળી શકશે.
આ પણ વાંચો:
RMC by On Whatsapp Service launched: શહેરીજનોને ધરે બેઠા મેળશે 8 સેવાઓનો લાભ
Municipal Corporation Rajkot : રાજકોટ મનપા દ્વારા રુપિયા 3 હજારમાં ઘર ભાડે અપાશે