ETV Bharat / city

રાજકોટમાં રાત્રી કરફ્યૂને ETV Bharatનું રિયાલિટી ચેક - Rajkot police jawan

રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જેના કારણે ચાર મહાશહેરોમાં રાત્રી કરફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂનો સમય સમય રાત્રીના 9થી સવારના 6 કરવામાં આવ્યો છે, ત્યારે ETV Bharatની ટીમ દ્વારા કરફ્યૂનો રીયાલીટી ચેક કરવા શહેરના દરેક એન્ટ્રી પોઇન્ટની મુલાકાત લીધી હતી.

Rajkot
રાજકોટ
author img

By

Published : Mar 20, 2021, 7:32 PM IST

  • રાજકોટમાં રાત્રી કરફ્યૂને ETV Bharatનું રિયાલિટી ચેક
  • ETV Bharat દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટની મુલાકાત
  • પોલીસ જવાનો ખડેપગે બજાવી રહ્યા છે ફરજ

રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત તેમજ રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. એટલે કે રાત્રીના 10:00 વાગ્યાથી રાજકોટની બજારો બંધ થઈ જાય છે. જ્યારે રાજકોટમાં 10 વાગ્યા બાદ વાહનોને એન્ટ્રી આપવામાં આવતી નથી.

રાજકોટ

રાત્રી કરફ્યૂને લઈને ETV Bharatનું રિયાલિટી ચેક

રાજકોટમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે રાતના 10 વાગ્યાથી શહેરના અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, ત્યારે ETV Bharat દ્વારા ગઇકાલે શુક્રવારે રાત્રે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ગ્રીનલેન્ડ ચોકડીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે પોલીસ દ્વારા જે લોકો શહેરમાં રાત્રી કરફ્યૂ દરમિયાન પ્રવેશી રહ્યા છે. તેમના નામ અને નંબરની એન્ટ્રી કરવામાં આવી રહી છે. આ સાથે જ તેઓ ક્યા કારણોસર રાત્રિના શહેરમાં પ્રવેશી રહ્યા છે. તે અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યૂ 15 દિવસ માટે યથાવત રહેશેઃ મુખ્યપ્રધાનની જાહેરાત

શહેરના અલગ અલગ એન્ટ્રી પોઇન્ટની લીધી મુલાકાત

ETV Bharat દ્વારા શહેરના જે મુખ્ય એન્ટ્રી પોઇન્ટ છે. તેની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, ગોંડલ ચોકડી, કટારિયા ચોકડી સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જગ્યાએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ અહીંથી પસાર થતાં વાહનોનું પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હતું. આ સાથે જ તેમના ગાડી નંબરને પણ રજિસ્ટર કરવામાં આવતા હતા. જ્યારે શહેરની અંદર મુખ્ય ચોક પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ પોલીસની રાત્રી કરફ્યૂ દરમિયાન સરાહનીય કામગીરી

પોલીસ, હોમગાર્ડ અને TRBના જવાનો ખડેપગે

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ કંટ્રોલમાં આવે તે માટે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂ જાહેર કર્યું છે, ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પણ કરફ્યૂનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરના અલગ-અલગ એન્ટ્રી પોઇન્ટ તેમજ મુખ્ય ચોકમાં પોલીસ હોમગાર્ડ તેમજ ટ્રાફિકના જવાનો ખડેપગે ડ્યુટી બજાવી રહ્યા છે. રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આખા રાજકોટને સજ્જડ બંધ કરવામાં આવે છે, ત્યારે પોલીસની કામગીરી પણ રાત્રી કરફ્યૂ દરમિયાન બિરદાવવા લાયક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.