ETV Bharat / city

Third Wave of Corona : આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ - આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે

દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) પૂર્ણતાને આરે છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર (Third wave of corona) ની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન (IMA) ના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં આખેઆખા મહોલ્લાઓ તેમજ શેરીઓ સંક્રમિત થઈ શકે છે.

આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ

author img

By

Published : Jul 13, 2021, 6:14 PM IST

  • કોરોનાની ત્રીજી લહેરને લઈને IMA પ્રમુખે રજૂ કરી આશંકા
  • આખેઆખા એપાર્ટમેન્ટ્સ અને શેરીઓ થઈ શકે છે સંક્રમિત
  • IMA દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરાઈ હોવાનો મત

રાજકોટ: દેશમાંથી હજુ કોરોના મહામારી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ નથી. એવામાં દેશના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, કે ભારતમાં આગામી દિવસોમાં ત્રીજી લહેર (Third Wave of Corona) પણ આવી શકે છે. ત્યારે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કામાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં ત્રીજી લહેર દરમિયાન શેરીઓ અને એપાર્ટમેન્ટો પણ સંક્રમિત થઈ શકવાની સંભાવનાઓ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - આયુર્વેદથી કોરોનાની સારવારમાં ફરક પડતો હોય તો સરકાર પુરાવા રજૂ કરે : IMA

કોરોનાની પ્રથમ બે લહેર કરતા વધુ ઘાતકી થશે સાબિત

ભારતમાં કોરોનાની પ્રથમ લહેરમાં છૂટક છૂટક લોકો સંક્રમિત થતા હતા, પરંતુ બીજી લહેરમાં આખે આખા ઘર કોરોનાની ચપેટમાં આવ્યા આવ્યા હતા. જેમાં સૌથી વધુ યુવાનોમાં આ બીજી લહેરની અસર જોવા મળી હતી. એવામાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સૌથી વધુ નાના બાળકો સંક્રમિત થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ત્રીજી લહેર દરમિયાન હવે આખા મહોલ્લાઓ, શેરીઓ અને એપાર્ટમેન્ટોમાં એક સાથે કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આ પ્રકારની સંભાવના ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આખેઆખા મહોલ્લાઓ અને શેરીઓ થશે સંક્રમિત થશે - IMA પ્રમુખ, રાજકોટ

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સથી સંક્રમણ પ્રસરવાનો ભય વધુ

ઇન્ડીયન મેડીકલ એસોસિએશન, રાજકોટના પ્રમુખ ડો. કામાણીના જણાવ્યા પ્રમાણે, કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona) માં સૌથી વધુ બાળકો સંક્રમિત થશે. જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મારફતે અન્ય દેશના વેરિયન્ટ ભારતમાં આવી શકે છે અને ભારતના ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) જેવા ઘાતકી વેરિયન્ટ પણ અન્ય દેશમાં જઈ શકે છે. જેના કારણે પણ ત્રીજી લહેર દેશમાં વધુ ઘાતક બનવાની સંભાવનાઓ છે. કોરોનાની ત્રીજી લહેર દરમિયાન દેશમાં ફરી વખત લોકડાઉનનો સામનો પણ કરવો પડી શકે છે. ત્રીજી લહેર દરમિયાન બાળકોમાં સૌથી વધુ કોરોનાની અસર જોવા મળી શકે છે.

આ પણ વાંચો - લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

ત્રીજી લહેર માટે અમે સંપૂર્ણ તૈયાર: IMA પ્રમુખ

ડો. કામાણીએ ત્રીજી લહેરની સંભાવના અંગે જણાવ્યું હતું કે, અમે ત્રીજી લહેર માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. સૌથી વધુ બાળકો કોરોના સંક્રમિત થવાની શક્યતા હોવાથી પીડિયાટ્રીક ડોક્ટર્સ એસોસિએશન (Pediatric Doctors Association) દ્વારા 600 બેડની હોસ્પિટલની તૈયારી રાજકોટમાં કરવામાં આવી છે. આગામી દિવસોમાં જરૂર પડે તો 1,000 બેડની હોસ્પિટલ માત્ર બાળકો માટે તૈયાર રાખવામાં આવશે. જ્યારે હાલમાં અલગ-અલગ ડોક્ટર્સના એસોસિએશન અને કલેક્ટર સાથે ચર્ચાઓ કરીને ત્રીજી લહેરને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ થઈ રહ્યા છીએ.

આ પણ વાંચો - IMA ની ચેતવણી: લોકોની ભીડ અને મેડાવડાથી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ

તહેવારોમાં લોકોએ ભાન ન ભૂલવું જોઈએ

કોરોનાની બીજી લહેર બાદ હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે. આ તહેવાર દરમિયાન ફરવાના સ્થળો તેમજ લોકોના મેળાવડા ન થાય તે ખૂબ જ જરૂરી છે. જ્યારે આ પ્રકારની ભીડ એકઠી થાય તે ત્રીજી લહેર માટે ખુલ્લું આમંત્રણ છે. લોકોએ 2022 સુધી ફરજિયાત માસ્ક પહેરવું પડશે. જેનાથી આપણે ત્રીજી લહેરની શક્યતાઓ ઘટાડી શકીએ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.