ETV Bharat / city

દેશમાંથી મળ્યું રેરેસ્ટ ઓફ ધ રેર બ્લડ, રાજકોટમાં ભારતનો પહેલો અને દુનિયાનો 11મો માણસ

author img

By

Published : Jul 16, 2022, 4:02 PM IST

Updated : Jul 16, 2022, 5:28 PM IST

સામાન્ય રીતે દરેક વ્યક્તિનું બ્લડ (રક્ત) કોઈ ચોક્કસ ગ્રૂપમાં (Blood Group Classification) વર્ગીકૃત હોય છે. કોઈનું 'A' પોઝિટિવ હોય છે તો કોઈનું 'B' પોઝિટિવ, તો કોઈનું 'AB' પોઝિટિવ તો કોઈનું 'O' પોઝિટિવ. પણ આના સિવાય કોઈ એમ કહે કે, 'Anti EMM' બ્લડ ગ્રૂપ છે તો? સામાન્ય વ્યક્તિ (Anti EMM Blood) જ નહીં તબીબોને પણ ધ્રાંસકો પડ્યો હતો. જ્યારે આ બ્લડગ્રૂપ ધરાવતો વ્યક્તિ સારવાર માટે આવ્યો હતો. જોઈએ એક ખાસ રીપોર્ટ

વૃદ્ધનું બ્લડગ્રૂપ જોઈને તબીબો પણ ચોંક્યા, દેશનો પહેલો માણસ જેનામાં આવું રક્ત

રાજકોટઃ રાજકોટ શહેરમાં 65 વર્ષના વૃદ્ધ જ્યારે સારવાર માટે આવ્યા હતા ત્યારે ડૉક્ટરે એને બ્લડ ટેસ્ટ (Blood Test Lab Rajkot) કરાવવાનું કહ્યું હતું. પણ જ્યારે એનો રીપોર્ટ સામે આવ્યો (Blood Group Classification) ત્યારે ડૉક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે, એનું બ્લડગ્રૂપ કોઈ કેટેગરી સાથે મેચ જ થતું ન હતું. એટલું જ નહીં વર્ષ 2020માં આ વ્યક્તિએ સર્જરી પણ કરાવેલી છે. આ વ્યક્તિમાં Anti EMM બ્લડગ્રૂપ (Rare Blood Group Category) છે. જેને દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ (World's rare Blood Category) માનવામાં આવે છે. આ પ્રકારનું બ્લડ ધરાવનાર આ વ્યક્તિ દેશનો પ્રથમ માણસ છે. જ્યારે દુનિયાનો 11મો એવો વ્યક્તિ છે જેનું બ્લડ 'Anti EMM' છે.

આ પણ વાંચોઃ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો આવી સામે

શું છે આ બ્લડઃ જે રીતે 'A' પોઝિટિવ, 'B' પોઝિટિવ અને 'AB' પોઝિટિવ બ્લડ કેટેગરી હોય છે. એમ આ એક પ્રકારનું સ્પેશ્યલ બ્લડ છે. જ્યારે કોઈને બ્લડ ગ્રૂપ વિશે પૂછવામાં આવે તો માત્ર ચાર જ બ્લડગ્રૂપ કોઈ કહે છે. પણ આ સિવાય પણ એક બ્લડ ગ્રૂપની કેટેગરીમાં આવતા માણસો છે. જેની સંખ્યા દુનિયા આખામાં માત્ર 11 છે. ગુજરાતના રાજકોટમાંથી એક વ્યક્તિના શરીરમાંથી આ પ્રકારનું બ્લડ સામે આવ્યું છે. જે ભારતનો પહેલો વ્યક્તિ છે. ડૉ.રીપલ શાહ, સ્નેહલ સેંજાલિયા અને સન્મુખ જોશીએ આ બ્લડ ગ્રૂપને લઈ એક રીસર્ચ પેપર લખી રીપોર્ટ તૈયાર કર્યો છે. જે એશિયન જર્નલ ઓફ ટ્રાંસફ્યુઝન સાયન્સમાં પ્રકાશિત થયો છે.

કેવી વ્યક્તિમાં જોવા મળે? આ બ્લડગ્રૂપને સૌથી રેર અને ભાગ્યે જ જોવા મળતું બ્લડગ્રૂપ માનવામાં આવે છે. આ બ્લડ એવી વ્યક્તિમાં જોવા મળે છે. જેનામાં EMMની હાઈ ફ્રિક્વન્સીની ઉણપ હોય છે. ચોંકાવનારી અને દુઃખની વાત એ છે કે, આ બ્લડગ્રૂપ વાળી વ્યક્તિ ન કોઈ પાસેથી બ્લડ લઈ શકે ન તો કોઈને આપી શકે છે. એવામાં જ્યારે કોઈને બ્લડની જરૂર પડે છે તો સારવારમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાંસફ્યુઝને આ કેટેગરીનું નામ 'EMM' રાખ્યું છે. કારણ કે, જે વ્યક્તિમાં આ બ્લડ હોય એનામાં રેડ સેલ્સમાં એન્ટીજન થતું જ નથી.

આ પણ વાંચોઃ જનેતા 4 વર્ષના બાળકને ભરખી ગઇ, જાણો શું હતી ઘટના...

નિષ્ણાંતનો મતઃ ડૉ રીપલ શાહ કહે છે કે, જ્યારે આ કેસ સામે આવ્યો ત્યારે એની કેટેગરીનું બ્લડ રાજકોટની બ્લડબેંકમાં ન હતું. આ દર્દી અમદાવાદથી આવ્યું હતું. એ હાર્ટનું પેશન્ટ છે. એનું બ્લડ એન્ટીગ્લોબુલીન તબક્કામાં રીએક્ટ કરતું હતું. જે દરેક તબીબ માટે સરપ્રાઈઝ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે એના સંતાનનું બ્લડ પણ એની સાથે મેચ થતું નથી. એના બ્લડના સેમ્પલ લઈને સુરત લેબમાં ટેસ્ટ હેતું મોકલવામાં આવ્યા હતા. પણ જ્યારે એનો રીપોર્ટ આવ્યો ત્યારે એમા EMMની ઉણપ જોવા મળી હતી. દરેક વ્યક્તિના બ્લડમાં રેડ બ્લડસેલ્સ હોય છે પણ આ વ્યક્તિના બ્લડમાં એક લેવલથી પણ ઓછા બ્લડસેલ્સ હતા.

બ્લડગ્રૂપ સિસ્ટમઃ આ બ્લડગ્રુપ સિસ્ટમને 42મી સિસ્ટમ માનવામાં આવે છે. સુરતના સમર્પણ બ્લડ ડોનેશન સેન્ટરના ડૉ. ફિઝિશયન સન્મુખ જોશીએ કહ્યું કે, આ વ્યક્તિને લોહીની જરૂર હતી. કારણ કે એને એક સર્જરી કરાવવાની હતી. પણ એને ક્યાંય એનું મેચિંગ બ્લડ મળ્યું નથી. EMM લાલ રક્ત કોશિકામાં એન્ટીજન હોય છે. દુનિયાનું સૌથી દુર્લભ અને ભાગ્યે જ મળી આવતું બ્લડ ગોલ્ડન બ્લડ હોય છે. જે દુનિયાના માત્ર 43 લોકોમાં જ છે. આવા લોકોને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે પહાડ જેવા મોટા પડકારનો સામનો કરવો પડે છે. કારણ કે મેચિંગ મળતું નથી.

આ પણ વાંચોઃ CM ભગવંત માનના ઘર સામે 2 છોકરાઓએ કર્યો આત્મહત્યા કરવાનો પ્રયાસ

હવે શું? નિષ્ણાંતો કહે છે કે, આ એક એન્ટીજન બ્લડગ્રૂપ છે. શ્વેતકણ શરીરના સાચા સુરક્ષાકાર છે. પણ જ્યારે રેડ સેલ્સ ઓછા હોય એક આ ત્રણેય સેલ્સનું કોમ્બિનેશન બગડે તો એની માઠી અસર શરીર પર થાય છે. જેનું પરિણામ એ આવે છે કે, દવાની આડઅસર તરત જ ઊભી થાય છે. જો યોગ્ય રીતે પગલાં ન લેવાય તો વ્યક્તિનું મૃત્યું પણ થાય છે. બ્લડની દુનિયામાં 376 બ્લડ ગ્રૂપ એન્ટીજન છે. જે જુદી જુદી શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો કહે છે કે, આ પ્રકારના બ્લડથી મેડિકલ જગતમાં રીસર્ચની નવી દિશા તો ખુલે છે પણ વ્યક્તિને ભોગવવાનો વારો આવે છે, કારણ કે મેચિંગ મળતું નથી.

Last Updated : Jul 16, 2022, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.