સમગ્ર ગુજરાતમાં 100 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો અને બે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. જેને લઇને મગફળી, કપાસ તથા અન્ય પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ધોરાજી પંથકમાં પણ ખેડૂતોની માઠી દશા જોવા મળી હતી. મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ, ખેત મજુરી અને ખેડૂતોની આશા બધું જ એળે ગયું અને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો.
પંથકના ખેડૂતો પાસે બીજૂં વાવેતર કરવા જેટલા રૂપિયા નથી ઉપરાંત મજૂરી આપવા જેટલી પણ સ્થિતિ સારી નથી. જેથી ખેડૂતોએ બાળકોનો અભ્યાસ છોડાવી ખેતરમાં કામે લગાડ્યા છે. જેનાથી મજૂરીના રૂપિયા પણ બચી શકે અને પરિવારને રાહત પણ મળી શકે.
ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીના પાકને સળગાવી દીધો છે. અને આખું ખેતર સાફ કરી નાખ્યું છે. જ્યારે અન્ય એક ખેડૂતે પોતાના બાળકનો અભ્યાસ હાલ પૂરતો છોડાવી ખેતરે કામે લગાડ્યો છે.