ETV Bharat / city

રાજકોટ NSUI દ્વારા UGCના પરિપત્રની કરાઈ હોળી, 12ની અટકાયત

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પરિપત્રની હોળી દ્વારા વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં તમામ યુનિવર્સિટીને યુજીસી દ્વારા પરિપત્ર પાઠવવામાં આવ્યો છે કે યુનિવર્સિટીઝ પોતાની રીતે કોરોના ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખી પરીક્ષાઓ લઇ શકે છે. આ પરિપત્રની હોળી કરતાં એનએસયુઆઈની માગણી હતી કે પરીક્ષાઓ ન યોજી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવે.

રાજકોટ NSUI દ્વારા UGCના પરિપત્રની કરાઈ હોળી, 12ની અટકાયત
રાજકોટ NSUI દ્વારા UGCના પરિપત્રની કરાઈ હોળી, 12ની અટકાયત
author img

By

Published : Jul 23, 2020, 8:25 PM IST

રાજકોટઃ રાજકોટ NSUI દ્વારા યુજીસીના પરિપત્રની આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે હોળી કરવામાં આવી હતી. યુજીસી દ્વારા તાજેતરમાં જ તમામ યુનિવર્સિટીને આગામી દિવસોમાં જેતે અભ્યાસ ક્રમોની પરીક્ષા પૂર્ણ કરવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે કોરોનાની મહામારી વચ્ચે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટ NSUI દ્વારા યુજીસીના પરીક્ષા અંગેના પરિપત્રની હોળી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજકોટ NSUI દ્વારા UGCના પરિપત્રની કરાઈ હોળી, 12ની અટકાયત

વિરોધ દરમિયાન NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન અંદાજિત 12 જેટલા NSUIના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી વચ્ચે પરીક્ષા યોજવી વિદ્યાર્થીના હિત માટે યોગ્ય નથી. તેમજ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી તેવી NSUIના કાર્યકર્તાઓએ માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.