- કરોડાના કર્ચે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું
- અવારનવાર ફટકારવામાં આવેછે દંડ
- 100થી વધુ રિક્ષા ચાલકોએ પીકઅપ ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માંગ કરી
રાજકોટ : શહેરમાં 1500 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ બનાવામાં આવ્યુ છે. રિક્ષા ચાલકને નવા બસ સ્ટેન્ડમાં રિક્ષા સ્ટેન્ડ નહિ હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવા બનેલા બસ સ્ટેન્ડ પર જ્યારે મુસાફરોને મૂકવા જતા રિક્ષાચાલકોને દંડ ફટકારતા હોવાનો રિક્ષાચાલકોનો આક્ષેપ કર્યો હતો. જ્યારે આજ રોજ રાજકોટના ત્રિકોણ બાગે ખાતે 100થી વધુ રિક્ષા ચાલક એકઠા થયા અને રિક્ષાચાલકોએ પીકઅપ ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થા કરવાની માંગ કરી.
બસ સ્ટેન્ડ ઉપર પીકઅપ-ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માંગ ધંધો શરૂ કરતા જ રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવેનવા બસ સ્ટેન્ડ પર રિક્ષા સ્ટેન્ડ ના હોવાથી રિક્ષા ચાલકોને અવારનવાર દંડ ફટકારવામાં આવે છે. નવા બસ સ્ટેન્ડમાં રિક્ષા સ્ટેન્ડ નહિ હોવાથી રિક્ષાચાલકોએ રોષ ઠલવ્યો છે. કોરોના કાળમાં એકતરફ ધંધો ઠપ હતો. હજુ તો, ધંધો શરૂ કરતા જ રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવે છે. જ્યારે રિક્ષા ચલાવીને અમારું ગુજરાન ચલાવતા હોઇએ છીએ તેવી રાજકોટ ભાજપના નેતાને રજુઆત કરવામાં આવી હતી.
બસ સ્ટેન્ડ ઉપર પીકઅપ-ડ્રોપ સ્ટેન્ડની વ્યવસ્થાની માંગ મહાનગરપાલિકામાં રજુઆત કરવાથી તે હલ જરૂર નીકળશેરાજકોટ નવા બનેલા બસ સ્ટેન્ડના ST નિમાંયક યોગેશ પટેલે વધુમાં જણાયવ્યું હતું કે, રિક્ષા ચાલકની રજુઆત મહાનગરપાલિકામાં કરવાથી તેનો હલ જરૂરથી નીકળશે. પરંતુ ST નિમાયકે જણાવ્યું હતું કે, ST બસ સ્ટેન્ડ કોઈપણ રિક્ષા સ્ટેન્ડ બનાવાની મંજૂરી અમે ના આપી શકીએ. પરંતુ રાજકોટ મનપામાં રાજુઆત કરવાથી તેનું નિવારણ આવી શકે.