ETV Bharat / city

Duplicate BPL card Jetpur : ગરીબલક્ષી યોજના કેવી રીતે સફળ થાય?, ડુપ્લીકેટ BPL કાર્ડની ગેરીરીતી સામે જેતપુર કોર્ટના પગલાં - નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર

સરકારની યોજના સફળ બનાવવા માટે BPL કાર્ડની તપાસણી અને ફરીથી ગણતરી કરી ગરીબોને લાભ મળે તે માટે ઘણી બધી વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. એવામાં જેતપુર નવાગઢ નગરપાલિકાના(Jetpur Navagadh Municipality) વર્તમાન કારોબારી સદસ્યને જેતપુરની કોર્ટે ગેરરીતિ બાબતે સજા અને દંડ ફટકાર્યો છે.

Duplicate BPL card Jetpur : ગરીબલક્ષી યોજના કેવી રીતે સફળ થાય?, ડુપ્લીકેટ BPL કાર્ડની ગેરીરીતી સામે જેતપુર કોર્ટના પગલાં

author img

By

Published : May 3, 2022, 7:21 PM IST

રાજકોટ: જિલ્લાના જેતપુર નવાગઢ નગરપાલિકાના(Jetpur Navagadh Municipality) વર્તમાન કારોબારી સદસ્યને જેતપુરની કોર્ટે બાર વર્ષ પહેલા થયેલી ગેરરીતિ બાબતે ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર જેતપુર નવાગઢ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ રહી ચૂકેલા તેમજ વર્તમાન સમયમાં પણ પાલિકા સદસ્ય અને હાલના જેતપુર નવાગઢ નગર પાલિકાના કારોબારી સદસ્ય જયસુખ ગુજરાતી દ્વારા 12 વર્ષ પહેલા ડુપ્લીકેટ BPL કાર્ડ કાઢવાની એક ગુનાઈત પ્રવૃત્તિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: મોરબીમાં BPL કાર્ડની કામગીરીની તપાસ કરવા માંગ

પાંચ હજારનો દંડ ફટકાર્યો - જેતપુર નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર(Chief Officer of Navagadh Municipality) ગૌરાંગ પટેલ દ્વારા સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમનો કેસ જેતપુરની ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટ(Court of Judicial Magistrate) સમક્ષ ચાલતો હતો. વર્તમાન સમયના કારોબારી સદસ્ય જયસુખ ગુજરાતી દ્વારા 12 વર્ષ પહેલા ડુપ્લીકેટ BPL કાર્ડ (Below Poverty line ration card)કાઢવાની ગેરરીતે(Duplicate BPL card Jetpur) કરવામાં આવી હોવાનું સામે આવેલ જેમાં સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફરિયાદ દાખલ કરી હતી જેથી જેતપુર કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી અને ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો: Fake Aadhar Card: ટ્રેનમાંથી બોગસ આધાર કાર્ડ સાથે ઝડપાઈ બે બાંગલાદેશી યુવતીઓ

આ યોજના નિષ્ફળ જવાનું કારણ - કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક ગરીબલક્ષી યોજના છે. પરંતુ આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચતો નથી. ગરીબો પાસે BPL કાર્ડ નથી. ઉચ્ચ વર્ગના લોકો BPL કાર્ડ ધરાવે છે. જેથી સામાજિક અસમાનતા વધી રહી છે. પરંતુ સુખી સંપન્ન લોકો પાસે BPL કાર્ડ ક્યાંથી આવ્યું તેની તપાસ કોઈ કરતુ નથી, અને આમ સરકારની ગરીબ લક્ષી યોજના નિષ્ફળ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.