ETV Bharat / city

રાજ્યમાં ગણેશ ચતુર્થીની છૂટ મળતા બંગાળી મૂર્તિકારો આવ્યા રાજકોટમાં, ભારે આશા - ગણેશ ચતુર્થી

રાજકોટમાં છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી કારીગરો મૂર્તિ બનાવવા માટે પશ્ચિમ બંગાળથી આવતા હોય છે, ત્યારે આ વર્ષે પણ કોરોનાની મહામારીને લઇને રાજ્ય સરકાર દ્વારા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવાની છૂટ આપતા આ કારીગરો બંગાળથી આવ્યા છે. દર વર્ષે તેઓ 25થી 30ની સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે 3થી 4 કારીગરો જ આવ્યા છે.

ગણેશ ચતુર્થી
ગણેશ ચતુર્થી
author img

By

Published : Aug 27, 2021, 3:17 PM IST

  • આ વખતે કોરોનાના કારણે માત્ર 4થી 5 જેટલા જ મૂર્તિકારો આવ્યા છે
  • ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવવાની મંજૂરી આપી છે
  • ગણેશ પંડાલમાં માત્ર ચાર ફૂટની મૂર્તિ રાખવાની છૂટ આપવામાં આવી છે

રાજકોટ: કોરોનાની મહામારી દેશમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહી છે. તેવામાં ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવવાની મંજૂરી આપી છે, ત્યારે ગણેશ પંડાલમાં માત્ર ચાર ફૂટની મૂર્તિ રાખવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને વર્ષોથી રાજકોટમાં મૂર્તિ બનાવવાનું કામ કરતાં બંગાળી કારીગરો હાલ રાજકોટ ખાતે આવી પહોંચ્યા છે તેમજ મૂર્તિ બનાવવામાં લાગી ગયા છે. દર વર્ષે 25થી 30 જેટલા મૂર્તિકારો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને લઈને માત્ર 4થી 5 જેટલા જ મૂર્તિકારો આવ્યા છે.

ગણેશ ચતુર્થી

આ પણ વાંચો- ગણપતિ લાગ્યું કોરોનાનું ગ્રહણ, મૂર્તિઓનું માત્ર 30 ટકા જ વેચાણ

ચાલુ વર્ષે માત્ર 5 કારીગરો જ આવ્યા

ગુજરાતમાં દર વર્ષે બંગાળમાંથી વિવિધ મૂર્તિકારો અલગ-અલગ જિલ્લાઓમાં આવી પહોંચતા હોય છે, ત્યારે રાજકોટમાં પણ છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી આ બંગાળી કારીગરો મૂર્તિ બનાવવા માટે આવે છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે અને બંગાળમાં લોકડાઉનની સ્થિતિને લઈને કારીગરો પણ બહાર નીકળી નથી રહ્યા. એટલે કે માત્ર 4થી 5 જેટલા જ કારીગરો હાલ રાજકોટમાં આવ્યા છે. બંગાળમાં હજુ પણ મોટાભાગના વિસ્તારમાં લોકડાઉન જેવી સ્થિતી સર્જાયેલી જોવા મળી રહી છે. જેના કારણે ડરનો માહોલ ફેલાયો છે.

ગણેશ ચતુર્થીની છૂટ મળતા બંગાળી મૂર્તિકારો આવ્યા રાજકોટમાં

મંજૂરી બાદ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું

બંગાળી કારીગરો દર વખતે ગણેશ ચતુર્થી પહેલા આવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કારણે તેઓ મંજૂરીની રાહ જોઇને બેઠા હતા. જેને લઈને તેઓએ ઓગસ્ટ મહિનામાં મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. જ્યારે અગાઉ તેઓ ગણેશ ચતુર્થીના બે મહિના પહેલા જ આવી જતા હતા તેમજ વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવાનું કામ શરૂ કરી દેતા હતા. જ્યારે લોકો પણ મૂર્તિનું એડવાન્સ બુકીંગ કરાવતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે મંજૂરીની રાહને લઈને મૂર્તિ ખરીદનારાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

દર વર્ષે 500 કરતા વધુ મૂર્તિઓનું થાય છે વહેંચાણ

રાજકોટમાં ગણેશ ચતુર્થી સહિતના તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. જ્યારે ચાલુ વર્ષે મંજૂરી પણ મળી છે. જેના કારણે હાલ મૂર્તિ ખરીદનાર લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દર વર્ષે 500થી 600 જેટલી મૂર્તિઓનું વેચાણ બંગાળી કારીગરો કરે છે, પરંતુ આ વખતે તેઓએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કારીગરો દ્વારા માત્ર 70 જેટલી મૂર્તિઓનું જ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે લોકોમાં પણ ડરનો માહોલ હોવાના કારણે તેઓ આ વખતે ગણેશ ચતુર્થીની ઉજવણી સાદાઈથી કરવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો- Ganeshotsav 2021 : 10 સપ્ટેમ્બરથી લાલબાગના રાજાનો દરબાર શણગારવામાં આવશે

મોંઘવારી વધી છતાં મૂર્તિનો ભાવ નથી વધાર્યો: મૂર્તિકાર

રાજકોટમાં છેલ્લા 20 વર્ષ કરતાં વધુ સમયથી ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના કોલકત્તાના ખડકપુર ગામના દિપક જાનાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કોરોનાના કારણે અમે માત્ર 5 જેટલા કારીગરો રાજકોટ આવ્યા છે, જ્યારે બંગાળમાં પણ હજુ લોકડાઉન જેવી સ્થિતિ છે તેમજ ડરનો માહોલ છે. આ વખતે કોરોનાના કારણે અમે 70 જેટલી મૂર્તિઓનું નિર્માણ કર્યું છે, જ્યારે મોંઘવારી વધી છે અને તમામ મૂર્તિ બનાવવાની વસ્તુઓના ભાવમાં પણ ત્રણ ગણો વધારો થયો છે. એવામાં હું મૂર્તિના ભાવ વધારી શકતો નથી. અત્યારે ચાર ફૂટની ગણેશજીની મૂર્તિ રૂપિયા 15થી 20 હજાર સંપૂર્ણ રીતે તૈયાર થાય છે. જ્યારે તેનો ડેકોરેશનનો ખર્ચો અલગ હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.