- રાજકોટની સમરસ હોસ્ટેલમાં મેડિકલ સ્ટાફ દ્વારા અનોખી પહેલ
- દર્દીઓ માનસિક તણાવથી દુર રહે તે માટે કરવામાં આવે છે દરેક પ્રયાસ
- વૃદ્ધ દર્દીઓ પણ પોતાની બિમારી ભુલી ડોક્ટર્સ સાથે ઝુમી ઉઠ્યા
રાજકોટ: સમગ્ર દેશમાં જે રીતે કોરોનાનો હાહાકાર થઈ રહ્યો છે તેનાથી લોકોમાં એક ડર જોવા મળ્યો છે. રાજકોટમાં થોડા સમય પહેલા સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું .જેમાં કોરોનાના દર્દીને એડમીટ કરવામાં આવતા હતા. કોરોનાથી બચવા માટે નતનાવા પ્રયોગો આવતા હતા. સમરસ હોસ્ટેલમા દર્દીઓ ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે.હાલ દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર તો આપવામાં આવી રહી છે.
હોસ્પિટલ સ્ટાફ દર્દીઓની સાથે ઝુમી ઉઠ્યું
રાજકોટની સમરસ હોસ્ટેલમાં હાલ કોવિડ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં દર્દીઓને ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.પરંતુ આ સાથે મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી અને ગીત-સંગીતમાં વ્યસ્ત રહે તે માટે કાઉન્સિલરની ટીમ અનોખી સેવા કરી રહી છે. હોસ્પિટલનો સ્ટાફ નાચ-ગાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમા ડોક્ટર્સ સાથે દર્દી ઝૂમી ઉઠ્યા હતા. કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ઘર જેવુ વાતાવરણ ઉભા કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટના આ તબીબ કોરોનાના કારણે નથી રાખી શક્યા રોજા, નિભાવી રહ્યા છે ફરજ
દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તેવા ડોક્ટર્સનો પ્રયત્ન
કેટલાક દર્દીઓ કોરોના પોઝેટીવ આવતા જ માનસિક તાણ અનુભવતા હોય છે જેના કારણે તેમના માનસિક સ્વાથ્ય પર પણ અસર પડે છે. રાજકોટની સમરસ હોસ્ટેલમાં મેડિકલ સ્ટાફ દ્વારા આ બધી બાબતનું ધ્યાન રાખવામાં આવે છે અને વૃદ્ધ દર્દીઓની સાથે ભજન-કિર્તન કરવામાં આવે છે. દર્દીઓ પણ પોતાની બિમારી ભૂલીને ડોક્ટર સાથે ઝુમી ઉઠે છે.