- કોરોનાની રસીથી મ્યુકરમાઈકોસીસ સામે રક્ષણ મળી શકે છે
- રાજકોટ સિવિલ હોસ્પિટલનું રીસર્ચ
- રસીના બે ડોઝ લેવા જરૂરી
રાજકોટ: કોરોનાની મહામારી સામે બચવા માટે એકમાત્ર ઉપાય છે કે કોરોનાની રસી (Corona vaccine )ના બંને ડોઝ સમયસર લેવા, જેનાથી કોરોના જેવી મહામારીમાંથી બચી શકાય છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા લોકો વધુમાં વધુ પ્રમાણમાં કોરોના વેકસીન લે તે માટે અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકાર પણ જોડાઇ છે. ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં કોરોના રસી માટે મહાઅભિયાનનો યોજવામાં આવી રહ્યા છે. કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ (Mucorrhoea)ના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક રિસર્ચ દરમિયાન સામે આવ્યું છે કે કોરોના વેક્સની લેવાના કારણે મ્યુકરમાઇકોસિસના રોગથી પણ બચી શકાય છે.
1 હજારમાંથી 830 દર્દીઓએ નથી લીધી વેકસીન
રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાથી સજા થયેલા કેટલાક દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસ નામનો રોગ જોવા મળ્યો હતો. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 1 હજાર જેટલા દર્દીઓ મ્યુકરમાઇકોસિસના દર્દીઓ નોંધાયા હતા. જેમની સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે 1 હજારમાંથી 830 જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓએ કોરોનાની રસી લીધી નોહતી, એટલે કે 83 ટકા જેટલા દર્દીઓએ કોરોનાની રસી લીધી નોહતી. જેના કારણે તેમને મ્યુકરમાઇકોસિસ રોગ થવાનું પણ સામે આવ્યું હતું. કોરોનાની બીજી લહેર બાદ સૌથી વધારે રાજ્યમાં મ્યુકરમાઇકોસિસના કેસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા.
આ પણ વાંચો : આણંદમાં કોરોનાના કેસ ઘટતા હોસ્પિટલના 2,255માંથી માત્ર 536 બેડ જ ભરેલા છે
મતરબ40 દર્દીઓએ જ કોરોના વેકસીનના બન્ને ડોઝ લીધા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. આર.એસ ત્રિવેદીએ મ્યુકરમાઇકોસિસ અંગેના રિસર્ચ અંગે જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 1 હજાર જેટલા મ્યુકરમાઇકોસિસના દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 830 જેટલા દર્દીઓએ કોરોનાની રસી લીધી નહોતી. 40 જેટલા દર્દીઓ એવા હતા કે જેમને કોરોના રસી બંને ડોઝ લીધા હતા અને ત્યારબાદ તેમણે મ્યુકરમાઇકોસિસ થયો હતો પરંતુ હાલ આ તમામ દર્દીઓ સારવાર બાદ રજા આપવામાં આવી છે. આ રિસર્ચ પરથી આપણે કહી શકીએ છીએ કોરોના વેકસીન લેવાના કારણે કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસથી પણ બચી શકાય છે.
આ પણ વાંચો : રાજકોટ કોરોનાની ત્રીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ મહામારી પહોંચી વળવા સજ્જ
વેક્સની લેવાથી મ્યુકરમાઇકોસિસની પણ ગંભીર અસર નહિ
જે રીતે કોરોના રસી લેવાના કારણે કોવિડના દર્દીઓનું મૃત્યુ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. જ્યારે કોરોના આવા દર્દીઓ પર વધુ પ્રમાણમાં હાવી થતો નથી. એવી જ રીતે મ્યુકરમાઇકોસિસના કેસમાં પણ જોવા મળ્યું છે કે કોરોના રસી લેવાના કારણે મ્યુકરમાઇકોસિસની પણ ગંભીર અસરો દર્દીઓના શરીર પર જોવા મળતી નથી. જેને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને ફરજિયાત રીતે કોરોનાની રસી લેવાની અપીલ કરવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં કોરોના અને મ્યુકરમાઇકોસિસ જેવા ગંભીર રોગથી આપણે બચી શકીએ છીએ.