- રાજકોટમાં કોરોનાનું રસીકરણ શરૂ, સિવિલ સર્જને લીધી પ્રથમ વેક્સીન
- સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે લીધો કોરોના રસીનો પ્રથમ ડોઝ
- રાજકોટમાં રસીકરણ માટે છ સ્થળ નક્કી કરવામાં આવ્યા છે
રાજકોટઃ કોરોનાની રસીનું અભિયાન દેશમાં વડાપ્રધાન મોદીએ શરુઆત કરાવ્યા બાદ રાજકોટમાં પણ 6 સ્થળોએ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. પંકજ બૂચ દ્વારા લેવામાં આવી હતી, જેમની સાથે ઈટીવી ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
કોરોના રસીનો ડોઝ લેનાર ડૉ. પંકજ બુચે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, હું બાળકોનો ડોક્ટર છું એટલે રસી અંગે વધુ પડતો ખ્યાલ હોય, તેમ જ આપણે આપણા દેશ પર વિશ્વાસ રાખીને કોરોનાની રસી લેવી જોઈએ. રસી અંગેની કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડૉ. પંકજ બુચ દ્વારા કોરોનાનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો.