રાજકોટઃ રાજકોટમાં કોરોનાના કેસોમાં (Corona Update in Rajkot) વધારો થતા આરોગ્ય વિભાગે વધુ સક્રિયતા દાખવી છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં રાજકોટમાં 40 જેટલા કેસ નોંધાયા છે જેમાં એક અમેરિકાથી પરત આવેલ બાળકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ (Corona Positive US Return Child) આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટમાં રવિવારે એકસાથે 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. શહેરમાં છેલ્લા 5 દિવસમાં કોરોનાના 40 કેસ (Corona Cases Increase in Rajkot)નોંધાયા છે.
1390 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા -ગઇકાલે નોંધાયેલા 10 કેસમાં અમેરિકાથી આવેલા 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ (Corona Update in Rajkot) આવ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 63794 પર (Corona Cases Increase in Rajkot) પહોંચી છે. ગઇકાલે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. ગઇકાલે 1390 લોકોના ટેસ્ટ કરવામાં (Corona Testing in Rajkot) આવ્યા હતા. જેમાં 10 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા અને અમેરિકાથી આવેલા 3 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive US Return Child) આવ્યો છે.
આ પણ વાંચોઃ Corona Update in Gujarat : અમદાવાદમાં 97 પોઝિટિવ કેસ, રાજ્યભરમાં કેટલા નોંધાયાં નવા કેસ જાણો
રસીકરણ કરાવેલું હતું - આ ઉપરાંત આ જ વોર્ડમાં મુંબઇથી આવેલા એક યુવાન પણ કોરોના સંક્રમિત (Corona Update in Rajkot) થયા છે. બહારગામથી આવેલા વ્યક્તિ પૈકી એક જામનગરથી અને બીજા દ્વારકાથી મુસાફરી કરીને આવેલા લોકો કોરોના સંક્રમિત થયા છે. રવિવારે સંક્રમિત થયેલા લોકો પૈકી મોટાભાગના લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો- Corona in Rajkot Schools : જિલ્લામાં મોટી સંખ્યામાં શાળાઓમાં કોરોના કેસોથી શિક્ષણ વિભાગમાં દોડધામ
રાજકોટના કયા વિસ્તારમાં આવ્યાં કેસ - રાજકોટ વોર્ડ નં.3ના મનહરપુર વિસ્તારના વૃદ્ધા પોઝિટિવ આવ્યા છે. જ્યારે વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર રહેતો યુવાન મુંબઇથી મુસાફરી કરીને રાજકોટ આવ્યા બાદ સંક્રમિત થયા (Corona Cases Increase in Rajkot) છે. વોર્ડ નં.14ના કેવડાવાડીમાં એક વ્યક્તિ, જ્યારે વોર્ડ નં.1માં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને જામનગરથી પરત આવેલા એક પુરુષ પોઝિટિવ થયા છે. વોર્ડ નં.13માં દોશી હોસ્પિટલ વિસ્તારના એક મહિલા અને પુરુષ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી વિસ્તારમાં એક વ્યક્તિ, વોર્ડ નં.8માં નાલંદા પાર્કમાં રહેતા અને દ્વારકાથી પરત આવેલા મહિલા સંક્રમિત થયા છે. આ ઉપરાંત વોર્ડ નં.1ના ભક્તિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધનો પણ કોરોના રિપોર્ટ રવિવારે પોઝિટિવ (Corona Update in Rajkot) આવ્યો હતો.