ETV Bharat / city

સૌરાષ્ટ્રનું નંબર વન ગણાતું આ માર્કેટ યાર્ડ, બન્યું સમગ્ર ગુજરાતનું નંબર 1 માર્કેટિંગ યાર્ડ

સૌરાષ્ટ્રનું(Marketing Yard in Saurashtra) નંબર વન ગણાતું રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard Rajkot District) હવે ગુજરાતનું નંબર વન માર્કેટિંગ યાર્ડ બન્યું છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડ કઈ રીતે બન્યું નંબર વન માર્કેટિંગ યાર્ડ તે જાણો અમારા આ અહેવાલમાં.

સૌરાષ્ટ્રનું નંબર વન ગણાતું આ માર્કેટ યાર્ડ, બન્યું સમગ્ર ગુજરાતનું નંબર 1 માર્કેટિંગ યાર્ડ
સૌરાષ્ટ્રનું નંબર વન ગણાતું આ માર્કેટ યાર્ડ, બન્યું સમગ્ર ગુજરાતનું નંબર 1 માર્કેટિંગ યાર્ડ
author img

By

Published : Jun 25, 2022, 9:08 PM IST

રાજકોટ: શહેરનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard) શેષમાં આવકની દ્રષ્ટિએ ગુજરાતભરમાં નંબર વન બન્યું છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાણાકીય વર્ષ(Gondal Marketing Yard Fiscal Year) 2021-22 દરમિયાન 2362.49 લાખ એટલે કે 23.61 રૂપિયાની શેષની આવક થઈ છે. જેમને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ જણસીઓની આવક સાથે માર્કેટ યાર્ડે ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડની સિદ્ધિ સૌપ્રથમ વખત મળી છે.

ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરી -

આ પણ વાંચો: લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?

માર્કેટિંગ યાર્ડના હિસાબ કિતાબ રજૂ કરતો અહેવાલ સાથે બુક બહાર પાડવામાં આવી હતી - ગોંડલ યાર્ડે ઊંઝા માર્કેટિંગ યાર્ડને(Unza Marketing Yard) પછાડી ગોંડલ યાર્ડ નંબર વન પર પહોંચ્યું છે. ગુજરાત બજાર નિયંત્રણ સંઘની(Gujarat Market Control Association) તાજેતરમાં જ બેઠક મળી હતી. જેમાં ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન(Chairman Marketing Yard Gujarat) સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બજાર નિયંત્રણ સમિતિ દ્વારા દર વર્ષે રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડના હિસાબ કિતાબ રજૂ કરતો અહેવાલ સાથે બુક બહાર પાડવામાં આવતી હોય છે.

ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરી - આ વર્ષે પણ આ બુક જાહેર કરાઇ હતી. જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ શેષની આવક થઈ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ ગુજરાતના માર્કેટ યાર્ડોમાં સૌથી વધુ આવકમાં અત્યાર સુધી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વન રહેતું હતું. જેમાં વર્ષોથી ઊંઝા માર્કેટિંગ યાર્ડ નંબર વનના સ્થાન પર હતું. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી ગોંડલ માર્કેટિંગ યાર્ડએ બીજા નંબર પર રહેતું હતું. ગોંડલ માર્કેટ યાર્ડે વિકાસની હરણફાળ ભરીને ગુજરાતના નંબર વન માર્કેટ યાર્ડ તરીકેનુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. એ પણ સૌરાષ્ટ્ર પંથકના સૌ કોઈ માટે એક ગૌરવની વાત છે.

દેશ વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આયોજનો કરવામાં આવે - ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતું જ અગ્રીમ બની ન રહે તે માટે વર્તમાન બોડી દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વધુ સારા ડોમ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. દેશ વિદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે આવે તે અંગેના આયોજનો કરવામાં આવનાર છે.

સૌરાષ્ટ્રનું નંબર વન ગણાતું રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડ

વિવિધ પાકની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા - ગોંડલ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આવી રહ્યા છે. તેઓને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. આગામી દિવસોમાં વિવિધ પાકની આવક થાય અને ત્વરીત નિકાલ થાય તેવા આયોજનો હાથ ધરાયા છે. તેમજ નેશનલ હાઈવે પર વાહનોની કતારો લાગતી બંધ થાય તે અંગે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને મરચા, લસણ, ડુંગળીની ખરીદી - ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની ખરીદી માટે દેશભરમાંથી વેપારીઓ વર્ષ દરમિયાન આવતા હોય છે. જેમાં રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુના વેપારીઓ ખાસ કરીને મરચા, લસણ, ડુંગળીની ખરીદી માટે આવતા હોય છે. જ્યારે મગફળી અને ધાણાની ગુજરાતના વેપારીઓ ખરીદી કરી લેતા હોય છે. તેઓ દ્વારા દેશ-વિદેશમાં નિકાસ કરવામાં આવતી હોય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.