- કોંગ્રેસ કિસાન સેલના પ્રવક્તાએ બંધને સમર્થન પાછું ખેંચવાનું જણાવ્યું
રાજકોટઃ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ અને યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ સોમવારે રાજકોટ સહિત ગોંડલ અને સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ બંધ રાખીને ખેડૂતોના બંધને સમર્થનની જાહેરાત કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે યાર્ડ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે તેવી ઓડિયો ક્લીપ સોશીયલ મીડિયામાં વાઇરલ કરી હતી. જેને લઈને યાર્ડ સાથે જોડાયેલા ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા હતા.

હાલ રાજકોટમાં સોશીયલ મીડિયામાં એક ઓડિયો કલીપ વાઇરલ થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશન પ્રમુખ અતુલ કમાણીએ જણાવી રહ્યા છે કે યાર્ડને બંધ રાખવાના મેસેજ બાબતે મેં કોઈને બંધની અપીલ કરી નથી, તેમજ બંધને કોઈપણ પ્રકારનું સમર્થન આપેલું નથી. ઉલ્લેખનીય છે કે સોમવારે યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા ખેડૂતોને બંધ હોઈ પોતાનો માલ યાર્ડમાં ન લઈ આવવા માટે પણ જણાવાયું હતું. જેને લઈને ખેડૂતો પણ હાલ મૂંઝવણમાં મુકાયા હતા.

આ પણ વાંચો: ભારત બંધ: રાજકોટના ગુંદાવાડી બજાર સિવાય તમામ બજારો અને યાર્ડ ખુલ્લા