ETV Bharat / city

Complaint of breach of peace in Jetpur : પોસ્ટર્સ લગાવનારા આરોપીઓની ધરપકડ, પણ ફરિયાદી BJP સભ્ય સામે ઊઠી આંગળી - આઈપીસી 504 હેઠળ ધરપકડ

જેતપુરમાં મુખ્ય ચોકમાં અરેસ્ટ નૂપુર શર્મા (Nupur Sharma Controversy) લખેલા પોસ્ટર્સ લગાવવા બાબતે જેતપુર પોલીસે નગરપાલિકાના ભાજપના સદસ્યની ફરિયાદ પરથી 6 આરોપીની સુલેહ શાંતિ ભંગ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. બીજી તરફ આરોપીઓને બચાવવા માટે ભાજપ સદસ્ય (Jetpur Nagarpalika BJP member Mahesh Dobriya) ફરિયાદી બન્યો હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે.

Complaint of breach of peace in Jetpur : પોસ્ટર્સ લગાવનારા આરોપીઓની ધરપકડ, પણ ફરિયાદી BJP સભ્ય સામે ઊઠી આંગળી

author img

By

Published : Jun 16, 2022, 4:06 PM IST

રાજકોટ- રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના બે મુખ્ય ચોક તીન બતી અને સ્ટેન્ડ ચોકમાં રસ્તા પર અરેસ્ટ નૂપુર શર્મા લખેલા (Nupur Sharma Controversy)પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતાં. તે બનાવમાં જેતપુર સિટી પોલીસે ભાજપના નગરપાલિકાના સદસ્ય મહેશ ડોબરીયાની (Jetpur Nagarpalika BJP member Mahesh Dobriya) ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે સુલેહ શાંતિ ભંગની આઈપીસી (ક) 504 હેઠળ ફરિયાદ (Complaint of breach of peace in Jetpur ) નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ હિટ એન્ડ રન: જેતપુરમાં બેકાબૂ કારે ફૂટપાથ પર બેસેલા બે યુવાનને અડફેટે લેતા કાળનો કોળિયો બન્યાં

સીસીટીવી ચેક કરાયા - આ બનાવમાં મુખ્ય ચોકમાં લાગેલ સીસીટીવી કેમેરા પોલીસે ચેક કરતાં તમામ આરોપીઓની ઓળખ થઈ હતી. જેમાં પોલીસની જ્યાં બેઠક છે તે શહેરના તીનબતી ચોકમાં આવેલ પ્લાઝા ચાના હુસેનભાઈ મુસાણીનો દીકરો મુખ્તાર, તેના કૌટુંબિક ભાઈઓ ફારૂક અબ્દુલ મુસાણી, ઈરફાન અબુ મુસાણી તેમજ હુસેનમીયા રસુલમીયા હાદાણી, નવાજ હુસેન વાડીવાલા અને ફરીદ કાસમ કપડવંજી હોવાનું ખુલતા પોલીસે તમામની ધરપકડ (Arrested under IPC 504) કરી હતી.

આ પણ વાંચોઃ લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?

ફરિયાદી જ આરોપીઓના ધંધાના ભાગીદાર હોવાથી ચર્ચા - અહીં પોસ્ટર્સ લગાવવાના બનાવમાં (Complaint of breach of peace in Jetpur )ભાજપ આરોપીઓનો બચાવ કરવા માટે મેદાને પડ્યું હોય તેવી ચર્ચા થઇ રહી છે કેમ કે આ બનાવમાં ખુદ પોલીસ ફરિયાદી બને તે પહેલાં જ પાલિકાના ભાજપના સદસ્યે ( (Jetpur Nagarpalika BJP member Mahesh Dobriya) ) અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી હતી.કેમ કે જેના નામ આરોપી તરીકે આવ્યા છે તે પરિવારના કોન્ટ્રાકટના કામોમાં તે ભાગીદાર રહી ચૂક્યા છે. એટલે પોલીસ ફરિયાદી બને તો તેમાં સમાધાન ન થઈ શકે પરંતુ ખાનગીમાં સમાધાન પણ કરી શકે અથવા તો પોતે આરોપીઓની ભૂમિકા વિશે કંઈ જાણતા ન હોવાની જુબાની આપી આરોપીને નિર્દોષ છૂટી જવામાં મદદગારી કરી શકે તેવું ચર્ચાઇ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.