રાજકોટ પોલીસેની સરાહનીય કામગીરી
શહેર પોલીસે જરૂરિયાતમંદોની કરી મદદ
100 કરતાં વધારે ધાબળાનું વિતરણ
રાજકોટ: રાજકોટવાસીઓ રાત્રિ કર્ફ્યૂનું પાલન કરે તે માટેની કડક અમલવારીની સાથે સાથે રાજકોટ શહેર પોલીસ જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરી રહી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પી.એસ.આઈ વી.જે જાડેજા અને તેમના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
100 થી વધારે ધાબળાનું વિતરણ
આજ રોજ ક્રાઈમ બ્રાન્ચ પી.એસ.આઈ. વી.જે.જાડેજા સાહેબની ટીમ દ્વારા રાજકોટમાં ફૂટપાથ પર રહેતા લોકોને શિયાળાની ઠંડીથી બચવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. આશરે 100 થી વધારે ધાબળા નુંં વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે દિવાળીના તહેવારના કારણે કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદવાનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે ગત 21 નવેમ્બરથી રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. રાત્રિના નવ વાગ્યાથી લઇને વહેલી સવારના છ વાગ્યા સુધી ચારેય મહાનગરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.