ETV Bharat / city

રાજકોટ એઈમ્સ સુધીનો કોરીડોર વિકસાવવા કલેક્ટરની રાજ્ય સરકારમાં દરખાસ્ત

સમગ્ર સૌરાષ્ટને સારી આરોગ્ય સેવા મળી રહે તે માટે રાજકોટમાં એમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.એમ્સની આજૂબાજૂ માળખાગત સુવિધાઓ ઉભી કરવા માટે રાજકોટ મનપા કટીદ્ધ છે અને આ અંગે કામગીરી યથાવત છે.

રાજકોટ એઈમ્સ સુધીનો કોરીડોર વિકસાવવા કલેક્ટરની રાજ્ય સરકારમાં દરખાસ્ત
રાજકોટ એઈમ્સ સુધીનો કોરીડોર વિકસાવવા કલેક્ટરની રાજ્ય સરકારમાં દરખાસ્ત
author img

By

Published : Jul 14, 2021, 10:32 PM IST

  • એમ્સની આજૂબાજૂ માળખાગત સુવિધા ઉભી કરવા માટે રાજકોટ કટીબદ્ધ
  • એમ્સ સુધી પહોંચવા માટે રોડનુ નિર્માણ કરવામાં આવશે
  • 2021 સુધી OPD શરૂ કરવાનું લક્ષ્ય

રાજકોટ: ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એમ્સ ખાતે મીટીંગ યોજી હતી.

સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને સરકાર કરાશે કામ

કલેકટરે આ અંગે જણાવ્યું હતું કે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. એઈમ્સ સુધી પહોંચવા 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટરનો હાલનો રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરે રૂડા, માર્ગ-મકાન વિભાગ ,આર.એમ.સી ,જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું હતું.

પ્રોજેક્ટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી

જેમ જરૂરિયાત વધે તેમ-તેમ ફેરફારો ન કરવા પડે અને શરૂઆતનું નિર્માણ માત્રને માત્ર સામાન્ય માણસની જરૂરિયાત સગવડતા ધ્યાને રાખીને થાય તે માટે સંકલન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટની કામગીરીમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે કલેકટરે સૂચન કર્યું હતું અને આ અંગે ઓથોરિટી દ્વારા પણ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. કલેક્ટરની એઇમ્સની મુલાકાત દરમિયાન રાજકોટના ડાયરેક્ટર કર્નલ ચંદનદેવ કટોચે જુદા જુદા વિભાગની તબક્કાવાર પ્રગતિમાં રહેલી કામગીરીની વિગતો આપી હતી અને સ્ટાન્ડર્ડ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા તબીબી શિક્ષણ સાથે સંશોધનની દ્રષ્ટિએ ઉભી થનાર વિવિધ સુવિધા માટે માળખાગત કામગીરી , વિવિધ બ્લોક, અને બિલ્ડીંગ આ અંગે માહિતી આપી હતી.

ડિસેમ્બર 2021થી ઓપીડી શરૂ કરવાના ધ્યેય

રાજકોટ એઇમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021થી ઓપીડી શરૂ કરવાના ધ્યેય સાથે સિવિલ વર્ક ઝડપથી પૂર્ણ થાય તે માટે તબકકાવાર કામગીરી આગળ વધી રહી છે. જિલ્લા કલેકટર સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોનો અમને ખૂબ સહકાર મળી રહ્યો છે. અમારી ટીમ ગરીબ લોકોને રાજકોટમાં વહેલાસર સેવા સારવાર મળે તે માટે સરકાર અને એઈમ્સની હાઇવે ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈએ રાજ્ય સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા જુદી જુદી સેવાઓ માટે કરવામાં આવેલી અને મોકલવાની થતી દરખાસ્તો અને કરેલા સંકલનની વિગતો કલેકટર સમક્ષ રજૂ કરી હતી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.