ETV Bharat / city

રાજકોટમાં સીટી બસના કર્મચારીએ મૂળ માલિકને પર્સ પરત કર્યું - rasjkot city bus

રાજકોટમાં બસમાં પ્રવાસન સમયે એક પ્રવાસીનું પર્સ પડી ગયુુ હતું. પર્સમાં 9,750 રુપિયા હતા. ડ્રાઇવર અને કંડક્ટરે માલિકને ફોન કરી તેની ખરાઇ કરીને પર્સ પરત કર્યું હતું.

કર્મચારીએ માલિકને કર્યું પર્સ પરત
કર્મચારીએ માલિકને કર્યું પર્સ પરત
author img

By

Published : Jan 28, 2021, 1:47 PM IST

  • બસમાં પ્રવાસીનું પર્સ પડી ગયું
  • ડ્રાઇવર-કંડક્ટરે પર્સ પરત કર્યું
  • સમાજ માટે પ્રેરણાત્મક ઉદાહરણ

રાજકોટ : આજના સમયમાં માનવતા અને ઉદારતાવાળા માણસોને શોધવા મુશ્કેલ છે. આપણે ત્યાં કહેવત છે કે ‘જ્યાં માનવતા ત્યાં પ્રભુતા’. આજના સમયનો માનવી અન્ય લોકો વિશે સારું વિચારે એ એક ઉત્તમ ઉદાહરણ કહેવાય. એમાં પણ જયારે કોઇ વ્યક્તિ પ્રમાણિકતા દાખવી કોઇ અજાણી વ્યક્તિને મદદરૂપ થાય છે ત્યારે સમાજને પ્રેરણાત્મક દ્રષ્ટાંત મળે છે. એવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે, રાજકોટના એક નાગરિકનું સીટી બસ સેવામાં પ્રવાસન દરમિયાન પર્સ ખોવાઇ ગયુ હતું, જેને બસના ડ્રાઈવર અને કંડકટરે સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત કર્યું હતું. આ કામગીરી બદલ પર્સના માલિક બી. જે. સુદાણીએ રાજકોટ મહાનગરપાલિકાના આવા નિષ્ઠાવાન અને પ્રમાણિક કર્મચારીઓનો આભાર માન્યો હતો.

સમાજ માટેનું એક ઉત્તમ ઉદાહરણ

ગત તા. 25-01-2021ના રોજ પર્સના માલિક બી. જે. સુદાણી સીટી બસ રૂટ નં. 46માં પ્રવાસ કરી રહ્યા હતા. પ્રવાસન દરમિયાન સુદાણીભાઈનું પર્સ કે જેમાં રૂપિયા 9,750 હતા તે બસમાં પડી ગયું હતું. તેઓ પોતાના બસ સ્ટોપ સુદાણીભાઈ ઉતરી ગયા હતા. ત્યારબાદ અજાણ્યું પર્સ મળતા બસ ડ્રાઈવર રમેશભાઈ જેસીંગભાઈ રાઠોડ અને બસના કંડકટર સંદીપસિંહ ગંભીરસિંહ ગોહેલએ પર્સ પોતાની પાસે રાખી પર્સના મૂળ માલિકને ફોન કરી ખરાઈ કરી. સીટી બસ કંટ્રોલ ટર્મિનલ, ત્રિકોણ બાગ ખાતે રૂબરૂ બોલાવી પર્સ પરત કર્યું હતુ. રોકડા રૂપિયાથી ભરેલું પર્સ મૂળ માલિકને પરત કરવું એટલે સમાજમાં માટે એક ઉત્તમ ઉદાહરણ કહેવાય. આ કામગીરી બદલ પર્સ માલિકે બસના ડ્રાઈવર અને કંડકટરનો દિલથી આભાર માની જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યાં માનવતાની કમી વર્તાય છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકાના ઈમાનદાર માણસોનું હું આભાર માનું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.