- અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ
- બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે
- પબ્લિક બાઇક શેરિંગ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 11 સાઇકલ સવારોને ઝંડી આપી
રાજકોટ: આજે રાજકોટમાં અનેક વિકાસ કામોનાં લોકાર્પણ તથા ખાતમૂહૂર્ત મુખ્યપ્રધાનનાં હસ્તે થયું છે. જેમાં સૌપ્રથમ શહેરનાં રૈયા રોડ ખાતે આવેલા આમ્રપાલી રેલવે ક્રોસિંગ પર રૂ.25.53 કરોડનાં ખર્ચે બનેલા અંડરબ્રિજનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યુ હતું.
બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે
રાજકોટનાં મધ્યમાં આવેલ આ બ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. વાહનચાલકો અને રાહદારીઓનો સમય બચશે. આમ રાજકોટની પ્રજાને એક સુંદર નજરાણું મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પ્રાપ્ત થયું છે. અંડર બ્રિજની શરૂઆતમાં "લવ રાજકોટ" સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.