- આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
- મિયાવાકી ફોરેસ્ટમાં 8,358 ચો.મી. જગ્યામાં જુદા-જુદા વૃક્ષનું વાવેતર કરાશે
- આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે
રાજકોટ: રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)ના જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ પર જાપાનીઝ પદ્ધતિથી તૈયાર કરાયેલું 'મિયાવાકી ફોરેસ્ટ'(Miyawaki Forest) મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે આજે રાજકોટના નગરજનોને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રધાન ઈશ્વરભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- Miyawaki Forest: રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અનેક શહેરોમાં તૈયાર કરશે મિયાવાકી ફોરેસ્ટ
સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગજરાત પ્રદેશ પ્રધાન બિનાબેન આચાર્ય, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહાપ્રધાન જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેરના પદાધિકારીઓ- અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મિયાવાંકી ફોરેસ્ટમાં 23,725 વૃક્ષોનું વાવેતર
ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી(Vijay Rupani)ના 65માં જન્મદિનના શુભ અવસરે મિયાવાકી ફોરેસ્ટ(Miyawaki Forest) માં 8,358 ચો.મી. જગ્યામાં જુદા-જુદા 6 બ્લોકમાં કુલ 23,725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સિનિયર સિટીઝન પાર્ક, ઓપન એર-જીમ, વોકિંગ ટ્રેકની સુવિધા ઉભી કરાઇ છે.
“મિયાવાકી ફોરેસ્ટ ”(Miyawaki Forest) રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો માટે શહેરના વિકાસ અને સ્થળની સ્થિતીને ધ્યાને રાખી પોત-પોતાના વિસ્તારમાં હરવા-ફરવા માટે નાના-મોટા 158 બગીચાઓ, “સિનિયર સિટીઝન પાર્ક”, “ઓપન એર-જીમ”, વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ, ફિઝીકલ ફિટનેશના સાધનો વગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. શહેરના સમાંતરીત વિકાસની સાથે આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી
શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચવાળા વૃક્ષોનું જે તે જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી તેની નિયમિત જાળવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે. શહેરમાં તેમજ ભાગોળના વિસ્તારમાં હરિયાળીનો મહત્તમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્ચિમ વિસ્તારના ન્યારીડેમ-1ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલી અંદાજીત 19 હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનમાં વર્ષ 2006માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું છે.

જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ
આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી માટે “ન્યુનત જગ્યાના મહત્તમ ઉપયોગ” કરી સ્થાનિકના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની શુષ્ક અને પથરાળ જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ 2020માં અંદાજીત 1 એકરની આ કામગીરીમાં જુદી-જુદી જાતના વૃક્ષ, શ્રબ ક્ષુપ, લતાઓ વગેરેની (111) જાતના અંદાજીત 9500 પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચો- હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં ભવ્ય ' રામવન ' તૈયાર થશે
વૃક્ષના વાવેતરથી ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે
આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવી છે. આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ 2 એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી-જુદી જાતના અંદાજીત 26000 વૃક્ષ, શ્રબ, ક્ષુપ, લત્તાઓ વગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ (Miyawaki Forest) આધારીત આ ફોરેસ્ટના ભાગમાં વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.
47 એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવશે
આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ-વે 8-Bને લાગુ આજી નદીના પશ્ચિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત 153 એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલી આ જગ્યા પૈકીની 47 એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીનો શુભારંભ આજે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવી છે.

અંદાજીત 60000થી વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
આ જગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોવાથી મહતમ પ્રમાણમાં માટી ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિક વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા જુદા-જુદા 28થી 36 વિવિધ જાતના અંદાજીત 60000થી વધુ ઓછા નિભાવ ખર્ચવાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિશનલ -પ્લાન્ટ્સનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.
આ પણ વાંચો- ગાંધીનગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા 85 જાતના 17 લાખ 20 હજાર રોપાઓ અપાશે જિલ્લામાં
રામના વનવાસ દરમિયાનના અંદાજીત 14 જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરાશે
આ જગ્યાને “રામવન” નામ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાનશ્રી રામના વનવાસ દરમિયાનના અંદાજીત 14 જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાઇ છે. આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે. આ વિસ્તારની કાયમી જાળવણી અને વિકાસ કરવા માટે કાયમી રીતે વહી જતા “બિન પીવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.