રાજકોટ : રાજકોટ જિલ્લા બેંકની ધોરાજીના વડોદર ગામની બ્રાન્ચમાં કેશિયરે રૂપિયા 71.43 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું(cashier of Rajkot district bank cheated customers) છે. આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો - અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, રૂમના ભાડા મુદ્દે થઈ હતી માથાકૂટ
કેશિયર લાખોની છેતરપિંડી કરી ગયો - બેંક કેશિયર દ્વારા ખાતાધારકો એકાઉન્ટમાં જમા કરાવવા આવતા પૈસા બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે લઈ તે પૈસાની એન્ટ્રી ડીલીટ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો. જેતપુરમાં રહેતા અને ધોરાજીની રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં નોકરી કરતા ગોપાલ ભીખાભાઈ રાદડિયાએ ફરિયાદમાં ધોરાજીના મોટી પાનેલીમાં રહેતા બેંક કેશિયર તરીકે નોકરી કરતા વિકાસ રતીલાલ લાખાણીનું નામ આપ્યું છે. તેની સામે કલમ 406, 408, 409, 420, 465, 467, 468 અને 471 નોંધાઇ છે.
આ પણ વાંચો - સાવ આવા સામાન્ય કારણોસર યુવતીએ આયખું ટૂંકાવી દીધુ,પરિવારમાં માતમ