ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ: મોટાભાગના ઉમેદવારોનાં મોબાઈલ સ્વીચ ઓફ - upcoming elections in gujarat

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં રાજકોટમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ત્યારે બચેલા 70 ઉમેદવારોને બચાવવા માટે શહેર કોંગ્રેસે ડેમજ કંટ્રોલ શરૂ કર્યો છે. કોંગ્રેસનાં તમામ ઉમેદવારોના મોબાઈલ સ્વિચ ઓફ કરાવીને સલામત જગ્યાએ રાખવામાં આવશે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, પોલીસ તેમના ઉમેદવારોને ઘરે જઈને ધમકાવી રહી છે. આ જોઈને લાગી રહ્યું છે કે, રાજકોટમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
author img

By

Published : Feb 9, 2021, 1:56 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજીનામાઓ પડવાનાં શરૂ
  • વધુ ઉમેદવારો ન ગુમાવવા પડે તે માટે કોંગ્રેસે મોબાઈલ ફોન બંધ કરાવ્યા
  • તાજેતરમાં જ શહેરમાં 200 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા

રાજકોટ: શહેરમાં કોંગ્રેસ 2 બેઠક પર ચૂંટણી લડે તે પહેલા જ હાર નિશ્ચિત થઈ છે. ત્યારે આ મામલે કોંગી નેતાઓની બેદરકારી પણ સામે આવી છે. હાલમાં કૉંગ્રેસમાંથી ટપોટપ પડી રહેલા રાજીનામાઓને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારો બચાવવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો છે. કોંગ્રેસનાં મોટાભાગના ઉમેદવારોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કર્યા હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખે અશોક ડાંગરે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસ ઉમેદવારોને ઘરે પહોંચીને ધમકાવી રહી હોવાના પણ આક્ષેપો પણ થઈ રહ્યા છે.

રાજકોટમાં ચૂંટણી ટાણે કોંગ્રેસ અને ભાજપનાં શહેર પ્રમુખ સાથે વાતચીત
મનપાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિ શરૂરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી જ ભાજપ, કોંગ્રેસ સહિતના નેતાઓ પોતાના સમર્થકોને ટિકિટ મળે તેવા પ્રયાસો કર્યા હતા. જેને લઈને બન્ને પક્ષોમાંથી ટિકીટ ન મેળવી શકનારા કાર્યકર્તાઓ પક્ષથી નારાજ થયા છે. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વોર્ડ પ્રમુખો દ્વારા રાજીનામાં પણ આપવામાં આવી રહ્યા છે અને અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. જ્યારે તાજેતરમાં જ વોર્ડ નંબર 14નાં કોંગી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેને જોઈને લાગી રહ્યું છે કે, મ.ન.પા.ની ચૂંટણીમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.