- કોવિડ દર્દીઓને દાખલ કરવા માટે પણ કાળા બજારી
- વેન્ટિલેટર બેડના 35 હજાર વસૂલાય છે
- સીધા એડમિશનના 20 હજાર વસૂલાય છે
- સુપ્રિટેન્ડેન્ટ લેટર જારી કર્યો, બેનરો દ્વારા ફ્રી સારવારની આપી માહિતી
ગાંધીનગર: કોરોનામાં એક બાજુ લોકોનો જીવ જઈ રહ્યો છે, ત્યારે અહીં પણ લાઈનમાં ઊભા રહેલા પેશન્ટને જલ્દી એડમિટ કરવાના પૈસા વસૂલવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. જ્યાં પેશન્ટને એડમિટ કરવા માટે પણ હવે કાળા બજારી થઈ રહી છે. રેમડેસીવીરની કાળા બજારીની જેમ હવે દર્દીઓ માટે બેડની પણ કાળા બજારી થાય છે. આ રીતે જે લોકો પૈસા આપવા જલ્દી તૈયાર થાય છે તેમને વહેલા અને જરૂરી તે પ્રકારના એડમીટ કરવામાં આવી રહ્યા છે. આ શરમજનક ઘટના ગાંધીનગર સિવિલમાં સામે આવી છે. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટે બહાર પાડેલા પત્રમાં જ સાબિત થયું છે કે કાળા બજારી થઈ રહી છે.
આ પણ વાંચો: સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સના પિતા ઝડપાયો
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ જ કાળા બજારી કરે છે
આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નિયતિ લાખાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, "મારી સમક્ષ આ પ્રકારની વાત સામે આવી છે, પરંતુ પરંતુ કોણ વ્યક્તિ છે એ હજુ સામે નથી આવ્યું. આ પ્રકારની વાત સાબિત થશે તો સિવિલનો કોઈ પણ કર્મચારી હોય તેને ચોક્કસ પણે ટર્મિનેટ કરવામાં આવશે અને જરૂરી પગલાં ભરવામાં આવશે, પરંતુ હજુ સુધી એ વાત સાબિત નથી થઈ." આ પ્રકારના સ્ટાફના લોકો જ અહીં આ રીતની કાળા બજારી કરી રહ્યા છે. તેવી વાત સામે આવી છે. એક બાજુ લોકો કોરોનામાં મરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ પ્રકારની વાત શરમજનક કહેવાય.
આ પણ વાંચો: અમદાવાદમાં રેમડેસીવર ઇન્જેક્શનની કાળા બજારીમાં વધુ એકની ધરપકડ
કોવિડ દર્દીને વેન્ટિલેટર બેડ અપાવવાના રૂપિયા 35 હજાર ઉઘરાવાય છે
કોવિડ દર્દીનું સીધું એડમીશન કરવાના રૂપિયા 20 હજાર ઉઘરાવાય છે. જ્યારે કોવિડ દર્દીને વેન્ટિલેટર બેડ અપાવવાના રૂપિયા 35 હજાર ઉઘરાવવામાં આવી રહ્યા છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રકારની બેદરકારી સામે આવી છે. જેથી દર્દીનાં સગાંની જાણકારી માટે સિવિલ હોસ્પિટલમાં બેનર લગાવાયાં છે. જેમાં કોવિડમાં નિ:શુલ્ક સારવાર થતી હોવાની બેનર મારફતે માહિતી આપવામાં આવી છે. આ સાથે પત્રમાં પણ ઉલ્લેખ કરાયો છે કે, તમામ પ્રકારની કોરોનાને લગતી સારવાર ફ્રીમાં કરવામાં આવી રહી છે. વિભાગીય વડાએ GMERSને પત્ર લખી કાર્યવાહી કરવા માગ કરી છે અને કાળા બજારીઓને ચેતવણી આપી છે.