- ભાજપ દ્વારા કરવામાં આવ્યો ચક્કાજામ
- લોકો ભાજપને મત આપીને ગુજરાતીઓનું અપમાન કરવા બદલ જવાબ આપશે
- કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહીઃ ભાજપ
રાજકોટઃ રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજકોટ શહેર ભાજપ દ્વારા શહેરના કિસાનપરા ચોક ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. હાથમાં બેનર લઈને ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને થોડા સમય માટે કિસાનપરા ચોકનો રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓનું તેમજ ગુજરાતનું અપમાન કર્યું છે જેને લઈને આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળશે જવાબ: ભાજપ
ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યા બાદ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકો ભાજપને મત આપીને રાહુલ ગાંધીને ગુજરાતીઓનું અપમાન કરવા બદલ જવાબ આપશે. જ્યારે કોંગ્રેસની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધની જ રહી હોવાનું પણ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આસામમાં એવું નિવેદન કર્યું હતું કે મોદી રાજમાં તમને દૈનિક 167 રૂપિયા મળે છે જ્યારે ગુજરાતી વેપારીઓને ચાના બગીચા.