- જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ભુપત બોદરના નામ ફાઈનલ હોવાની શક્યતા
- રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માંથી 25 બેઠક પર ભાજપ જીત્યું હતું
- ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું
રાજકોટઃ જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું. જ્યારે આ વખતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી છે. રાજકોટ જિલ્લા પંચાયત કબ્જે કરવામાં ભાજપ સફળ રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માંથી 25 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે પ્રમુખ પદ માટે ભુપત બોદર અને પી.જી ક્યાડાના નામ વચ્ચે હરીફાઈ જાગી હતી. જોકે, અંતે પ્રદેશ કક્ષાએ મળેલી પાર્લામેન્ટરી બોર્ડમાં ભુપત બોદરના નામ પર મહોર મારવામાં આવી હોવાની શક્યતાઓ જણાઈ રહી છે.
આ પણ વાંચોઃ 17 માર્ચના રોજ રાજકોટ જિલ્લા અને 11 તાલુકામાં પ્રમુખ, ઉપપ્રમુખોની થશે વરણી
પંચાયતના અન્ય હોદેદારોના પણ નામ જાહેર થશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભુપત બોદરનું નામ પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેઓ ત્રમ્બા બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ માટે સવિતા મકવાણા તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે સહદેવસિંહ જાડેજા અને પક્ષના નેતા તરીકે વિરલ પનારા, દંડક તરીકે અલ્પાબેન તોગડીયાનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જોકે, આવતીકાલે બુધવારે આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.